/connect-gujarat/media/post_banners/78f8e585cd27a8bf7c60246b3d847a5fc3c9471bc292ad448888a4170729f8d7.webp)
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઈકાલે રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. તમામ હત્યારાની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાર બાદથી વિપક્ષના ઘણા નેતાઓ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ સરકાર પર પ્રહારો કર્યા છે અને હત્યાની નિંદા કરી છે. સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે દરેક મુદ્દા પર ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ મામલે પણ સ્વરાએ ટ્વીટ કરીને લખ્યું કે, એકસ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ અથવા એન્કાઉન્ટર એ ઉજવણી કરવા જેવી બાબત નથી. તે સંકેત આપે છે કે, રાજ્ય નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. તે સંકેત આપે છે કે રાજ્યની એજન્સીઓની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે, કારણ કે તેઓ ગુનેગારોની જેમ કામ કરી રહી છે અથવા તેમને સક્ષમ બનાવી રહી છે. આ મજબૂત શાસન નથી, આ અરાજકતા છે.