જાટ ફિલ્મ વિવાદોમાં સપડાતા વિવાદાસ્પદ ચર્ચ સીનને ફિલ્મમાંથી દૂર કરાયો

શુક્રવારે ફિલ્મ 'જાટ'માંથી વિવાદાસ્પદ ચર્ચ સીન દૂર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબના જાલંધરમાં થયેલી FIR બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

New Update
aa

શુક્રવારે ફિલ્મ'જાટ'માંથી વિવાદાસ્પદ ચર્ચ સીન દૂર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસારપંજાબના જાલંધરમાં થયેલીFIR બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક દિવસ પહેલા ખ્રિસ્તી સમુદાયના અલ્ટીમેટમ પછીબોલિવૂડ અભિનેતા સની દેઓલ અને રણદીપ હુડ્ડા સહિત 5 લોકો સામેFIR નોંધવામાં આવી હતી. ખ્રિસ્તી સમુદાયે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ'જાટ'માં ચર્ચના સીનથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાય છે.

ખ્રિસ્તી સમુદાયે જાલંધરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન બાદ સની દેઓલરણદીપ હુડ્ડાવિનીત કુમારદિગ્દર્શક ગોપીચંદ અને નિર્માતા નવીન માલિનેની વિરુદ્ધ જાલંધરના સદર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.'જાટફિલ્મ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

ખ્રિસ્તી સમુદાયના નેતાઓએ પોલીસ અધિકારીઓનેFIR નોંધવા માટે 2 દિવસનો સમય આપ્યો હતો. જો કેસ નોંધવામાં નહીં આવે તો તેમણે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. હવે 2 દિવસમાંપોલીસે ગુરુવારેFIR નોંધી હતી.જોકે વિવાદ બાદ ફિલ્મમાંથી વિવાદાસ્પદ સીનને દૂર કરવામાં આવ્યો હતો.