/connect-gujarat/media/post_banners/ec685fe69707e22623fa97a9b68996a6cec993b17c3ade76233fece862410796.webp)
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર કુન્દ્રા જોનીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કુન્દ્રા જોનીએ કેરળના કોલ્લમની એક ખાનગી હોસ્પિટલમાં 17 ઓક્ટોબર મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સમગ્ર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
કુન્દ્રા જોનીને મંગળવારે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો, અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ જોની કુન્દ્રા બચી શક્યા નહીં. ચાર દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, જોની કુન્દ્રાએ 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.