Connect Gujarat
મનોરંજન 

હેપ્પી બર્થ ડે "Big B" : અમિતાભ બચ્ચનના ડાંગ જિલ્લાની મુલાકાતના સંસ્મરણો, 2 દિવસ કર્યું હતું એડ ફિલ્મનું શુટીંગ

“ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા”ને વૈશ્વિક ઓળખ પ્રદાન કરનારા મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 80મો જન્મ દિવસ છે.

હેપ્પી બર્થ ડે Big B : અમિતાભ બચ્ચનના ડાંગ જિલ્લાની મુલાકાતના સંસ્મરણો, 2 દિવસ કર્યું હતું એડ ફિલ્મનું શુટીંગ
X

"ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા"ને વૈશ્વિક ઓળખ પ્રદાન કરનારા મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 80મો જન્મ દિવસ છે. આ વેળા તેમની ડાંગ મુલાકાતના સંસ્મરણો વાગોળતા આહવાના વિઝન પેલેસના બાલાભાઈએ ચાય પે ચર્ચા કરતા કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનની 2 દિવસની ડાંગ જિલ્લાની એ મુલાકાત ક્યારેય ભુલી શકાય તેમ નથી.

પડછંડ કાયા, ઘેઘુર અવાજ અને ખૂબ જ નોખી પ્રતિભા ધરાવતા અમિતાભ બચ્ચનનો સાક્ષાત્કાર, અને તેમની બિલકુલ નજીક કરો કે, અડોઅડ 2 દિવસ સાથે રહેવાનો મોકો મળ્યો હતો. દરઅસલ વાત એમ છે કે, આહવાના આ બાલાભાઈ પાસે અને 2012થી મહિન્દ્રા જીપ (540 મોડેલ) છે. ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મમાં જ્યારે સાપુતારાનું શુટીંગ ચાલી રહ્યું હતું, ત્યારે ગુજરાત ટુરીઝમે આ ખુલ્લી જીપનો બચ્ચન બાબુ માટે ઉપયોગ કર્યો હતો. આ જીપ અમિતાભ બચ્ચને સ્વયં ડ્રાઈવ કરીને એડ ફિલ્મનું ફિલ્માંકન પૂર્ણ કર્યું હતું. વ્હાઈટ સ્પોર્ટ્સ શુઝ, બ્લુ જીન્સ, વ્હાઈટ શર્ટ અને બ્લેક જેકેટમાં સજ્જ અમિતાભ બચ્ચને ગિરિમથક સાપુતારાની તળેટીમાં શામગહાન-ચીખલી ખાતે ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મનું મન મૂકીને ફિલ્માંકન કર્યું હતું. આ વેળા ચીખલી ગામે તેમણે ટ્રેડિશનલ ડાંગી ફૂડ (નાગલીનો રોટલો અને વાંસનું અથાણું) પણ આરોગ્યુ હતું. આમ, અમિતાભ બચ્ચન સાથેના એ સ્મરણો વાગોળી એ સુખદ ક્ષણોને ફરીથી જીવંત કરી હતી.

Next Story