New Update
વિજય વર્મા પોતાની વેબ સિરીઝ અને ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહે છે. દરમિયાન, તેના 'IC 814: ધ કંદહાર હાઇજેક'ને લઈને વિવાદ ઊભો થયો છે. અનુભવ સિન્હાને સિરીઝના તથ્યો સાથે ચડાં બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને નેટફ્લિક્સ સામે બહિષ્કારનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે.વિજય વર્માની આ વેબ સિરીઝે એક મોટો વિવાદ ઊભો કર્યો છે, કારણ કે નિર્માતાઓએ આતંકવાદીઓનું નામ 'ભોલા' અને 'શંકર' રાખ્યું છે.
જ્યારે શો આઘાતજનક હાઇજેકની ઘટના પર આધારિત છે, ત્યારે નેટીઝન્સે ધ્યાન દોર્યું કે કેવી રીતે આતંકવાદીઓની ઓળખ બદલાયેલા નામોથી કરવામાં આવી અને નિર્દેશક અનુભવ સિન્હા પર તથ્યો સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો. નોંધનીય છે કે, 1999ની ઘટના ભારતના ઈતિહાસમાં સૌથી લાંબી હાઈજેક હતી.સિરીઝમાં આતંકવાદીઓની ઓળખ 'ભોલા' અને 'શંકર' તરીકે કરાઈ છે. આનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નેટીઝન્સ ખૂબ જ દુઃખી થયા છે. કોઈએ કહ્યું કે આતંકવાદનું કોઈ નામ નથી તો પછી નામ કેમ બદલ્યું? કોઈએ એ પણ શેર કર્યું કે કેવી રીતે સિનેમેટિક લોકો વ્હાઇટવોશ કરવામાં શ્રેષ્ઠ છે. એક યુઝરે લખ્યું- આતંકવાદીઓનું નામ 'શંકર' અને 'ભોલા' હતું?. આતંકવાદનો કોઈ ધર્મ ન હોત તો નામ કેમ બદલ્યું ભાઈ?