શું લગ્ન કરવા જઈ રહ્યા છે પ્રભાસ? તિરૂપતિમાં એક્ટર લેશે સાત ફેરા જાણો કોણ હશે પ્રભાસની દુલ્હન

મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે.

New Update
શું લગ્ન કરવા જઈ રહ્યા છે પ્રભાસ? તિરૂપતિમાં એક્ટર લેશે સાત ફેરા જાણો કોણ હશે પ્રભાસની દુલ્હન

ટૂંક સમયમાં પ્રભાસના ઘરે ગૂંજશે લગ્નની શરણાઇ! આદિપુરુષના ટ્રેલર લોન્ચિંગ દરમ્યાન પ્રભાસે ચોંકાવનારો જવાબ આપ્યો છે. 

મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે. હવે પ્રભાસે પોતાની વેડિંગને લઈને એક મોટુ અપડેટ આપી દીધુ છે. જેને જાણ્યા બાદ પ્રભાસના લગ્નને લઈને ફેંસની એક્સાઈટમેન્ટ ડબલ થઈ ગઈ છે. હકીકતે 6 જૂને તિરૂપતિમાં આ વર્ષની સૌથી મોટી ફિલ્મ આદિપુરૂષનું એક્શન ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલર લોન્ચ વખતે ફેંસે પ્રભાસને તેમના લગ્નને લઈને પણ સવાલ કર્યા. પ્રભાસે પણ આ વર્ષે લગ્નને લઈને સવાલના જવાબ આપ્યા. એક્ટરે કહ્યું- હું તિરૂપતિમાં લગ્ન કરીશ. પ્રભાસના આ જવાબથી તેમના ફેંસના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. જોકે એક્ટરે એ નથી જણાવ્યું કે તે ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. પરંતુ તેમ છતાં લગ્નને લઈને પ્રભાસનો આ જવાબ વાયરલ થઈ રહ્યો છે. ફેંસ હવે એક્ટરને દુલ્હો બનતો જોવાની રાહ જોઈ રહ્યા છે.