Connect Gujarat
મનોરંજન 

જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર

જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર
X

જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી, સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો હતો આરોપ સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જોકે આજે 10 વર્ષ જૂના આ કેસમાં મુંબઈની કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભલાવ્યો છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં એક્ટર સૂરજ પંચોલીને ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી.

આ મામલામાં જીયા ખાનની માતા રાબિયા ખાને પોતાની પુત્રીના ન્યાય માટે લડત ચલાવી છે. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો. જિયા ખાનની માતાનો આરોપ છે કે, તેમની પુત્રીએ આત્મહત્યા નથી કરી પરંતુ તે હત્યા છે. રાબિયા ખાનની માંગણી પર હાઈકોર્ટ દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. પરંતુ એક સમયે આ કેસમાં યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ની એન્ટ્રી થઈ હતી.

Next Story