કન્નડ અભિનેતા અને સુપર સ્ટાર પુનિત રાજકુમારનું માત્ર 46 વર્ષની વયે નિધન

પુનિત રાજકુમારનું નિધન રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એક્ટરને હાર્ટ એટેક જીમ માં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હતો

New Update

કન્નડ એક્ટર અને સાઉથના સુપરસ્ટાર પુનિત રાજકુમારને હાર્ટ એટેક આવ્યો છે. તેને તરત જ બેંગલુરુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હવે તેમનું નિધન થયું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એક્ટરને હાર્ટ એટેક જીમ માં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હતો. તે માત્ર 46 વર્ષના હતા. અભિનેતા પુનિથને ફેન્સ અપ્પુ કહે છે. તે દિગ્ગજ અભિનેતા રાજકુમાર અને પર્વતમ્માનો પુત્ર છે. તેણે 29 થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેને શ્રેષ્ઠ બાળ કલાકાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે.

તેમની ફિલ્મનું નામ 'બેટ્ટાડા હુવુ' હતું, જે 1985માં રિલીઝ થઈ હતી. એટલું જ નહીં, તેણે ચાલી સુવા મોડા ગાલુ અને યેરાડુ નક્ષત્ર ગાલમાં તેના અભિનય માટે કર્ણાટક રાજ્ય પુરસ્કારમાં શ્રેષ્ઠ બાળ કલાકાર એવોર્ડ જીત્યો.ક્રિકેટર વેંકટેશે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમનું નિધન થયું છે.ક્રિકેટરે લખ્યું, 'ખૂબ જ દુઃખની વાત છે કે અભિનેતા પુનીત રાજકુમાર નથી રહ્યા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.'' આ સાથે તેણે ચાહકોને શાંતિ જાળવવા અને તેમના પરિવારને ટેકો આપવાની પ્રાર્થના કરી 

Latest Stories