/connect-gujarat/media/media_files/xmtnKctSMcIppdck8zFf.png)
કાર્તિક આર્યનની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા'ચંદુ ચેમ્પિયન' ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.હવે નિર્માતાઓએ 'ચંદુ ચેમ્પિયન'નીOTT રિલીઝ ડેટ જાહેર કરી છે.
કાર્તિક આર્યન આ ફિલ્મમાં મુરલીકાંત પેટકરની ભૂમિકામાં જોવા મળ્યો છે જે લાખો લોકોને પ્રેરણા આપી રહ્યુ છે. હવે આ ફિલ્મOTT પર રિલીઝ થઈ છે.કાર્તિક આર્યન દ્વારા દિગ્દર્શિત'ચંદુ ચેમ્પિયન' ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરની બાયોપિકછે, જેમણે શારીરિક અક્ષમતા હોવા છતાં હાર ન માની.
ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, કાર્તિકઉપરાંત વિજય રાજ, ભુવન અરોરા, યશપાલ શર્મા અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેની રિલીઝપહેલા જ કાર્તિક આર્યનની ફિલ્મના ડિજિટલ રાઇટ્સ એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારાખરીદવામાં આવ્યા હતા. હવે, થિયેટરોમાં રિલીઝ થયાના લગભગ44 દિવસ પછી, આ ફિલ્મપ્રાઈમ વિડીયો પર રેંટ પર ઉપલબ્ધ હતી. જો કે, હવે ચંદુ ચેમ્પિયન9 ઓગસ્ટ, 2024 થી પ્રાઈમ વિડીયો પર ફ્રીમાં જોઈ શકાશે.