/connect-gujarat/media/media_files/2025/07/13/kapil-2025-07-13-13-10-47.jpg)
કપિલ શર્માના કેનેડાની રેસ્ટોરેન્ટ 'કેપ્સ કેફે'માં 9 જુલાઈના રોજ ફાયરિંગ થઈ હતી. આ ગોળીબાર કાંડની જવાબદારી આતંકવાદી લાડી ઉર્ફે હરજીત સિંહ લાડીએ લીધી છે. લાડી અને તેના સંગઠનનું માનવું છે કે, કપિલ શર્માએ પોતાના શોમાં એક નિહંગ શીખની મજાક ઉડાવી હતી.
નિહંગ શીખ એક ધાર્મિક સમુદાય છે, જે શીખના 10મા ગુરુ 'ગુરુ ગોવિંદસિંહ જી'ના માર્ગ પર ચાલનારા નિડર યોદ્ધા હોય છે. લાડીએ કપિલ શર્માના મેનેજર સાથે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ઘણીવાર કૉલ પણ કરાયા હતા પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવી હતી. લાડીનું કહેવું છે કે ધાર્મિક પરંપરાઓનું અપમાન યોગ્ય નથી.
નિહંગ શીખ ધર્મની રક્ષા કરનારા યોદ્ધા સમુદાયના લોકો છે. આ લોકો શીખોના 10મા ગુરુ, ગુરુ ગોવિંદસિંહજી દ્વારા સ્થાપિત ખાલસા પંથના ભાગ છે. તેમનું કામ શીખ ધર્મ, ગુરુદ્વારાઓ અને સમાજની રક્ષા કરવાનું છે. શીખ ધર્મને જીવંત રાખવામાં પણ તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમને અકાલ સેના, એટલે કે ઈશ્વરની સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
રિપોર્ટ્સ પ્રમાણે નિહંગ શીખ સમુદાયની શરૂઆત ઇ.સ 1699માં ખાલસા પંથના નામથી થઈ હતી. આ વર્ષે બૈસાખીના દિવસે આનંદપુર સાહિબમાં ગુરુ ગોવિંદસિંહજીએ અમૃત સંચાર આપીને આ સમુદાયને સંગઠિત કર્યો હતો.
CG Entertainment | Comedian Kapil Sharma | comedy |The Kapil Sharma Show | Firing | restaurant | Restaurant News |