બોલિવૂડ અને ચાહકો ફિલ્મ અભિનેતા અને નિર્માતા સતીશ કૌશિકના નિધનના દુઃખમાંથી બહાર નીકળી શક્યા ન હતા એવામાં બોલિવૂડના વધુ એક દિગ્ગજ દિગ્દર્શકના અવસાનના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે 'પરિણીતા' અને 'મર્દાની' જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પ્રદીપ સરકારેનું નિધન થયું છે. 68 વર્ષના પ્રદીપે આજે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
હાલ મળતી માહિતી અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું અને તેના કારણે તેની હાલત એટલી બગડી ગઈ હતી કે ડોક્ટર તેને સંભાળી શક્યા ન હતા. તેમની તબિયત બગડતી જોઈને પ્રદીપ સરકારને મોડી રાત્રે સવારે 3 વાગ્યે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. પ્રદીપના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર આજે 24 માર્ચે સાંજે 4 વાગ્યે થવાના છે.