/connect-gujarat/media/post_banners/ce81f218b2c1d1ade7c0ddf2fc218cde528987a06a86a10d5dfb1bbe5390e8e8.webp)
અમિતાભ અને જયા બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. 11 વર્ષની આરાધ્યા તરફથી કોર્ટ સુધી ફરિયાદ પહોંચતો ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં જોઈએ તો, એક ફેક ન્યૂઝ બાબતે બચ્ચન પરિવાર તરફથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ ન્યૂઝમાં આરાધ્યાની લાઈફ સ્ટાઈલ અને હેલ્થને લઈને ખોટી જાણકારી આપવામાં આવી હતી. જે બાદ બચ્ચન પરિવાર તેનાથી ખૂબ નારાજ છે. બચ્ચન પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે, આરાધ્ય હજૂ નાની છે અને તેના માટે આ પ્રકારના ફેક ન્યૂઝ મુશ્કેલીનું કારણ બને છે. જાણકારી અનુસાર, દિલ્હી કોર્ટમાં જસ્ટિસ સી હરિશંકરની એકલ જજ પીઠ આ અરજી પર આજે એટલે કે, 20 એપ્રિલે સુનાવણી કરશે. હાલમાં બચ્ચન પરિવાર તરફથી આ મામલામાં કોઈ સ્ટેટમેંટ નથી આવ્યું. જેમાં 2 યૂ ટ્યૂબ ચેનલ અને 1 વેબસાઈટ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.