/connect-gujarat/media/post_banners/de985a0c0ead75cae936ea4d098f21c3c4e3906d093d3e0cc0fbbf3d7e14bda5.webp)
આજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પોતાના જન્મદિવસ પર મંદિર પહોંચ્યો હતો. તેમની સાથે પુત્ર આરવ, બહેન અલકા હિરાનંદાની અને ભાણી સિમરે પણ મહાકાલના દર્શન કર્યા હતા. શુક્રવાર-શનિવારની વચ્ચેની રાત્રે 2 વાગ્યે અક્ષયના પરિવારે નંદી હોલમાં બેસીને ધ્યાન કર્યું હતું. તેમણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. અભિનેતાએ તેની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ'ની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી. ક્રિકેટર શિખર ધવને પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પણ મહાકાલ મંદિર પહોંચી હતી. તેણીએ ભોગ આરતીમાં ભાગ લીધો હતો