/connect-gujarat/media/media_files/2025/02/27/pxblu05Idt6rXWM1woUZ.jpg)
હોલિવૂડની દુનિયામાં પ્રખ્યાત અભિનેતા જીન હેકમેન અને તેની પત્ની બેટ્સી ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.
97 વર્ષીય અભિનેતા જીન હેકમેન અને તેની પત્નીના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. ઓસ્કાર વિજેતા અભિનેતા જીન હેકમેન અને તેની પત્ની ગુરુવારે ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જીન હેકમેન અને તેની પત્નીના મૃત્યુની પુષ્ટિ કરતા આ વાત જણાવી હતી. આ બંને સિવાય અભિનેતાનો કૂતરો પણ સ્થળ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.જોકે અધિકારીઓએ તેમના મૃત્યુના અંગે વધુ વિગતો જાહેર કરી નથી. હાલ તપાસ ચાલી રહી છે.