પરેશ રાવલનો હેરાફેરી-3માં કામ કરવાનો ઈન્કાર, ચાહકો થયા નિરાશ

અગ્રણી કલાકાર પરેશ રાવલે પોતે હેરાફેરી-૩નો હિસ્સો નહિ બને તેવી પુષ્ટી કરતા લોકપ્રિય ફ્રેન્ચાઈસીના ચાહકો નિરાશ થયા હતા. 

New Update
paresh

અગ્રણી કલાકાર પરેશ રાવલે પોતે હેરાફેરી-૩નો હિસ્સો નહિ બને તેવી પુષ્ટી કરતા લોકપ્રિય ફ્રેન્ચાઈસીના ચાહકો નિરાશ થયા હતા. 

પરેશ રાવલે જણાવ્યું કે ફિલ્મ સર્જકો સાથે રચનાત્મક મતભેદ થતા તેણે ફિલ્મથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. બાબુ રાવની એક્ઝિટથી પ્રિયદર્શનની અતિ અપેક્ષિત ત્રિપુટી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલમાં ભંગાણ પડયું છે.

પરેશ રાવલની એક્ઝિટથી સોશિયલ મીડિયા પર ફ્રેન્ચાઈસીના ચાહકોએ હતાશા વ્યક્ત કરીને જણાવ્યું કે તેના વિના ફિલ્મ ન બનવી જોઈએ. બાબુ રાવના આઈકોનિક રોલમાં તેઓ અન્ય કલાકારને જોવા ઈચ્છતા નથી. 

સોશિયલ મીડિયા પર નો પરેશ રાવલનો હેરા ફેરી-૩નો હેશટેગ ટ્રેન્ડ થયો હતો. ચાહકોનું મંતવ્ય હતું કે કલ્ટને કલ્ટ જ રહેવા દ્યો, તેને બરબાદ ન કરો.

અગાઉની મુલાકાતોમાં પરેશ રાવલે બાબુ રાવ તરીકે ટાઈપકાસ્ટ થવા બાબતે આંતરિક સંઘર્ષ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ બાબત તેની કલાત્મક સ્વતંત્રતા ફરતે ગળાફાંસો બની રહી છે. 

આ રોલ ભજવવાથી તેને અનહદ આનંદ મળતો હોવા છતાં તેની રચનાત્મકતા ગૂંગળાતી હોવાનું કબૂલ કર્યું હતું. રાવલ હવે અક્ષય કુમાર અને તબ્બુ સાથે ભૂત બંગલા  તેમજ વેલકમ ટુ જંગલ સહિતના અન્ય પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. 

રાવલની હેરાફેરીમાંથી એક્ઝિટે સીરીઝ માટે મહત્વનો વળાંક બનીને તેના ભાવિને અનિશ્ચિત કરી નાખ્યું છે.

Latest Stories