સામંથા રૂથ પ્રભુની ફિલ્મ' શાકુંતલમ 'ની રીલીઝ ડેટ જાહેર...

સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયા પર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. નવેમ્બરમાં જ સામંથાએ માયોસાઇટિસની બીમારી વિશે ખુલાસો કર્યો હતો.

New Update
સામંથા રૂથ પ્રભુની ફિલ્મ' શાકુંતલમ 'ની રીલીઝ ડેટ જાહેર...

સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયા પર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. નવેમ્બરમાં જ સામંથાએ માયોસાઇટિસની બીમારી વિશે ખુલાસો કર્યો હતો. હાલમાં જ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે સામંથા રૂથ પ્રભુ તેની મોસ્ટ અવેટેડ સમગ્ર ભારતમાં રિલીઝ થનારી ફિલ્મ ' શાકુંતલમ' ને લઈને ચર્ચામાં છે.તાજેતરમાં, તેની તેલુગુ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવાની સાથે, નિર્માતાઓએ તેની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરી છે.

કાલિદાસના નાટક 'અભિજ્ઞાન શાકુંતલમ ' પર આધારિત, આ ફિલ્મ અગાઉ નવેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ પ્રોડક્શન અને સામંથા રૂથ પ્રભુની ફિલ્મ પર 3D કામને કારણે રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ હવે આ ફિલ્મને નવી રિલીઝ ડેટ મળી છે. સામંથા રૂથ પ્રભુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેની સાથે અભિનેતા દેવ મોહન છે. ફિલ્મમાં દેવ મોહન દુષ્યંતની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પોસ્ટરને શેર કરતા સામંથાએ કેપ્શનમાં લખ્યું, 'એપિક લવ સ્ટોરી જોવા માટે તૈયાર થઈ જાવ. 17 ફેબ્રુઆરી 2023 ના રોજ શાકુંતલમ થિયેટર્સમાં રિલીઝ.

સમંથા રૂથ પ્રભુ અને દેવ મોહન અભિનીત આ ફિલ્મ માત્ર તેલુગુમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. 2D સિવાય 'શાકુંતલમ' 3Dમાં પણ રિલીઝ થશે. તેની મૂળ ભાષા તેલુગુ ઉપરાંત, આ પૈન ઈન્ડિયા રિલીઝ ફિલ્મ મલયાલમ, કન્નડ, તમિલ અને હિન્દીમાં પણ રિલીઝ થશે. સામંથા રૂથ પ્રભુ સ્ટારર ફિલ્મ અગાઉ 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ 3-ડી કન્વર્ઝનને કારણે ફિલ્મનું નિર્માણ કાર્ય વિલંબિત થયું હતું.

પુષ્પા - ધ રાઇઝિંગ સ્ટાર અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ આરાહા સમંથા રૂથ પ્રભુની આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં બાળ અભિનેત્રી તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પગ મુકવા જઈ રહી છે. આ સિવાય 'શાકુંતલમ'માં મોહન બાબુ, અદિતિ બાલન, પ્રકાશ રાજ, ગૌતમી, મધુ, જીશુસેન ગુપ્તા અને કબીર બેદી સહિતના ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ગુણશેખરે કર્યું છે.

Latest Stories