જાણીતા લોકગાયક અરવિંદ જોશીનું નિધન, 88 વર્ષની ઉંમરે અમેરીકામાં લીધા અંતિમ શ્વાસ.....

જાણીતા લોકગાયક અરવિંદ જોશીનું નિધન, 88 વર્ષની ઉંમરે અમેરીકામાં લીધા અંતિમ શ્વાસ.....
New Update

મૂળ સુરેન્દ્રનગરના વતની અને વરસોથી અમેરીકાના લોસ એન્જલસમાં સ્થાઈ થઈને ગુજરાતના લોકસંગીત તેમજ લોકકલાના વારસાને સાત સમંદર પાર જીવંત રાખનાર લોકગાયક અરવિંદભાઈ મુગટલાલ જોશીનું તા.6/9/2023 બુધવાર શિતળા સાતમની સાંજે 88 વરસની ઉંમરે અવસાન થયેલ છે. અરવિંદભાઈના પ્રિય કલાકાર હેમુ ગઢવીનું જન્માષ્ટમીના દિવસે અને અરવિંદભાઈનું શિતળા સાતમના દિવસે અવસાન થયેલ છે. અરવિંદભાઈ છેલ્લા બે વરસથી બિમાર હતા. પરંતુ 85 વરસની ઉંમર સુધી એક યુવાનને પણ શરમાવે એવાં પહાડી અવાજથી ગીતો ગાઈ શકતા હતા. એમનાં કંઠે ઝવેરચંદ મેઘાણીની અમર રચના મને લાગ્યો કસુંબીનો રંગ સાંભળવી એ જીવતરનો લહાવો ગણાતો હતો. અમેરીકાના કેલિફોર્નિયા રાજયમાં કોઈપણ કાર્યક્રમમાં અરવિંદભાઈ જોષી અચૂક હાજર રહીને પોતાની કલા રજું કરતાં અને પોતાના વિશાળ જ્ઞાનનો પરીચય કરાવતા હતા. એ ગુજરાત તેમજ ભારતની લોકકળા, લોકસંગીત અને લોકસાહિત્યને જીવંત રાખવા અહીં Indian Culture Academy of Los Angeles નામની સંસ્થા સ્થાપીને સતત કાર્યરત હતા.

#CGNews #India #died #passed away #folk singer #Arvind Joshi
Here are a few more articles:
Read the Next Article