RRRના એક્ટર રામ ચરણના ઘરે છવાયો ખુશીઓનો માહોલ, પત્ની ઉપાસનાએ આપ્યો દીકરીને જન્મ

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણના ઘરે દીકરીનો જન્મ થયો છે. રામ ચરણની પત્ની ઉપાસનાને ગઇ કાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

New Update
RRRના એક્ટર રામ ચરણના ઘરે છવાયો ખુશીઓનો માહોલ, પત્ની ઉપાસનાએ આપ્યો દીકરીને જન્મ

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણના ઘરે દીકરીનો જન્મ થયો છે. રામ ચરણની પત્ની ઉપાસનાને ગઇ કાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Advertisment

રિપોર્ટ અનુસાર, આજે 20 જૂને સવારે તેના ઘરે 11 વર્ષ બાદ ખુશીઓનું આગમન થયું છે. આરઆરઆર એક્ટર રામ ચરણના ઘરે આ સમયે ખુશીઓનો માહોલ છે અને ફેન્સ આતુરતાથી એક્ટર તરફથી આ ખુશીના સમાચાર શેર કરવાની રાહ જોઇ રહ્યાં છે. રામ ચરણ અને ઉપાસનાએ હાલમાં જ પોતાના લગ્નની 11મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. લાંબા સમયથી ઉપાસનાની પ્રેગનેન્સીને લઇને ચર્ચા હતી. પાછલા દિવસોમાં ઉપાસનાની હોસ્પિટલ વિઝિટ બાદ સમાચાર આવી રહ્યાં હતાં કે 16 જૂન પછી ગમે ત્યારે રામ ચરણના ઘરે પારણું બંધાશે. 19 જૂને રાતે ઉપાસના અને રામ ચરણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. આ દરમિયાન ઉપાસના પિંક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી હતી. જ્યારે રામ ચરણની પત્ની ઉપાસનાને એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે લગ્નના આટલા વર્ષો પછી તેણે માતા બનવાનો નિર્ણય કેમ લીધો? ત્યારે તેણે કહ્યું હતું કે, 'હું ખૂબ જ ખુશ છું. અમારા પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. મને એ વાતનો પણ આનંદ છે કે મેં માતા બનવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે હું ઈચ્છતી હતી અને સમાજ ઈચ્છતો હતો ત્યારે નહીં. મને લાગે છે કે મારા અને રામ માટે આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે અમે બંને ખુશ છીએ. આર્થિક રીતે મજબૂત છે. અમારા બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ છીએ.

Advertisment