સલમાન ખાનને ફરી મળી જાનથી મારવાની ધમકી,ઘરમાં ઘૂસીને મારવા અને કારને બોમ્બથી ઉડાવા અંગે મળ્યો વોટ્સએપ મેસેજ.

સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી

New Update
Salman Khan Death Treat

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલી સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisment

સલમાન ખાન અને તેમના પરિવાર તરફથી અત્યાર સુધી આ ધમકી મુદ્દે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ ધમકીની હાલ કોઈએ જવાબદારી પણ લીધી નથી. ભાઈજાનના ચાહકો આ સમાચારથી ચિંતિત થઈ ગયા છે. અગાઉ પણ સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે અનેક વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાન જીવને જોખમ હોવાની ધમકીઓ વચ્ચે પણ પોતાનું કામ કરી રહ્યો છે. તેણે પોતાના રોજિંદા જીવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Advertisment
Latest Stories