Connect Gujarat
મનોરંજન 

પઠાણની બમ્પર સફળતાથી સંજુ બાબા ખુશ થયા, ટ્વીટ કરીને શાહરૂખ ખાનને પાઠવ્યું અભિનંદન..!

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મનો શો સતત હાઉસફુલ ચાલી રહ્યો છે.

પઠાણની બમ્પર સફળતાથી સંજુ બાબા ખુશ થયા, ટ્વીટ કરીને શાહરૂખ ખાનને પાઠવ્યું અભિનંદન..!
X

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મનો શો સતત હાઉસફુલ ચાલી રહ્યો છે. ચાહકોથી લઈને ઘણા સ્ટાર્સ પણ શાહરૂખ ખાનની આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે કિંગ ખાને બોલિવૂડને ફરી જીવંત કર્યું છે. આ ક્રમમાં સુપરસ્ટાર સંજય દત્ત દ્વારા સોશિયલ મીડિયા પર એક શાનદાર ટ્વિટ પ્રકાશિત કરવામાં આવી છે.

બોલિવૂડના બાબા ઉર્ફે સંજય દત્ત ફિલ્મ પઠાણની બમ્પર સફળતા જોઈને ખૂબ જ ખુશ છે. સંજય દત્ત ખુશ છે કે 2023ની ધમાકેદાર શરૂઆત થઈ છે અને પ્રેક્ષકો થિયેટરોમાં પાછા ફર્યા છે. સંજય દત્તે ટ્વીટ કરીને ફિલ્મ પઠાણના મેકર્સને અભિનંદન પાઠવ્યા છે. સંજય દત્તે ટ્વીટમાં લખ્યું, 'પઠાણ ફિલ્મને કારણે દર્શકો થિયેટરોમાં પાછા ફર્યા છે, જે ઉજવણી કરવાનું એક મોટું કારણ છે. પઠાણ ફિલ્મની સફળતા માટે આદિત્ય ચોપરા, સિદ્ધાર્થ આનંદ, શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણને અભિનંદન. ફિલ્મની આખી સ્ટારકાસ્ટે અદભૂત કામ કર્યું છે.

Next Story