બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે. આ સિવાય સલમાન ખાનની ફિલ્મ કિસી કાભાઈ કિસી કી જાનમાં પણ જોવા મળી હતી. જે બાદ તેની સફળતા તેના હાથમાં છે. ત્યારે હવે એકટ્રેસને લઇને એક અપડેટ સામે આવી રહ્યું છે. જે જાણીને ચાહકોને ઝાટકો વાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેનાઝ ગિલને ફૂડ પોઇઝનિંગ થયું છે અને તેના કારણે તેની તબિયત બગડી છે. હાલ તે હોસ્પીટલમાં દાખલ છે. ઈન્ફેક્શનના કારણે તેમને દાખલ થવુ પડ્યુ છે. શહેનાઝે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર આવીને પોતાની તબિયત અંગે અપડેટ આપી છે. શહેનાઝ ગિલ સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ દરમિયાન તેણે કંઈક ખાધું જેના કારણે તેનું પેટ ખરાબ થઈ ગયું હતું. આ ચેપ એટલો વધી બધો વધી ગયો હતો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
શહેનાઝ ગિલની તબિયત લથડતા કરાઇ હોસ્પીટલમાં દાખલ, ઇન્ફેકશનના કારણે તબિયત બગડી.....
બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે.
New Update