અંકલેશ્વર: સિંગર પૂર્વા મંત્રીએ કહ્યું "વડાપ્રધાને શું પાવરફુલ ગરબો લખ્યો છે ! આ ગરબો ગાવો મારા માટે સ્વપ્ન સમાન"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ ગરબાને સિંગર પૂર્વા મંત્રીએ સ્વર આપ્યો છે ત્યારે પૂર્વા મંત્રીએ વડાપ્રધાન લીખિત ગરબાને ગાવો એક સ્વપ્ન સમાન ગણાવ્યું હતું

New Update

PM નરેન્દ્ર મોદીએ લખ્યો માતાજીનો ગરબો

આવતી કળાય નામનો ગરબો લખ્યો

સિંગર પૂર્વા મંત્રીએ આપ્યો સ્વર

પી.એમ.મોદીનો માન્યો આભાર

ગરબાને સ્વર આપવો સ્વપ્ન સમાન ગણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ ગરબાને સિંગર પૂર્વા મંત્રીએ સ્વર આપ્યો છે ત્યારે પૂર્વા મંત્રીએ વડાપ્રધાન લીખિત ગરબાને ગાવો એક સ્વપ્ન સમાન ગણાવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના અનન્ય ભક્ત છે તાજેતરમાં જ તેઓએ તેમના એક્સ હેન્ડલ પર આવતી કળાય નામનો માતાજીનો ગરબો શેર કર્યો છે. આ ગરબો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાતે  લખવામાં આવ્યો છે અને તેને સ્વર જાણીતા સિંગર પૂર્વા મંત્રીએ આપ્યો છે.પૂર્વા મંત્રી હાલ અંકલેશ્વર ગાર્ડન સિટીમાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને ખેલૈયાઓને ઝુમાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વખાણ કરતા તેઓએ આ પળને સ્વપ્ન સમાન ગણાવી વડાપ્રધાનનો આભાર માન્યો હતો. પૂર્વા મંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાને લખેલ ગરબો ગાતા સમયે મારા પર કોઈ દબાવ ન હતો પરંતુ તેમના દ્વારા જેટલો પાવરફુલ રીતે માતાજીનો ગરબો લખવામાં આવ્યો છે એટલું જ સારી રીતે મારો ગાવાનો ધ્યેય હતો. ફેન્સ અને ઓડિયન્સના કારણે મને આ ગરબો ગાવાનો મોકો મળ્યો છે. આવનારા દિવસોમાં મારા અનેક મ્યુઝિક આલ્બમ રિલીઝ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અંકલેશ્વરની ગાર્ડનસિટીમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં પૂર્વા મંત્રી ભાગ લઈ રહ્યા છે અને તેઓના અનોખા અંદાજના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે.પૂર્વા મંત્રી તેમના ગરબા થકી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે

Read the Next Article

'હેરા ફેરી 3' માટે અચાનક શા માટે માની ગયા પરેશ રાવલ? જાણો બાબુ ભૈયાની વાપસીની ઇનસાઈડ સ્ટોરી

'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો.

New Update
paresh

'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો.

રિપોર્ટ્સ મુજબ એક મહિના પછી અક્ષય કુમારની કંપની 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ'એ પરેશ રાવલ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો અને પરેશે સાઇનિંગ અમાઉન્ટ પાછી આપી હતી. પરેશ રાવલના આ નિર્ણયથી અક્ષય કુમાર પણ દુઃખી થયો હતો. હવે આ વિવાદ પર નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ ચૂપકિદી તોડી છે. 

ફિરોઝ નડિયાદવાલાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘પરેશજી સાથે મતભેદ થયા હતા, પરંતુ તે એટલો મોટો વિવાદ નહોતો જેટલો મીડિયામાં ચર્ચાયો હતો. વ્યક્તિગત રીતે અને પ્રોફેશનલ બંને સ્તરે અમારો સંબંધ ગાઢ છે.’

 'હેરા ફેરી 3'ના વિવાદને  દૂર કરવામાં સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર અહમદ ખાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિરોઝે કહ્યું, ‘મારા ભાઈ સાજિદ અને અહમદ ખાને સતત ચર્ચા કરી. સાજિદે ઘણા દિવસો સુધી ખાનગી રીતે સમય આપીને બંને પક્ષોને ભેગા કરવાનો પ્રયાસ કર્યો. અક્ષયજી અને મારો સંબંધ 1996થી છે. તેણે પરેશજીને પાછા બોલાવા અને માહોલને સકારાત્મક બનાવવામાં મદદ કરી. તેમનું વર્તન ખૂબ જ ઉદાર રહ્યું.’ 

હેરાફેરી-3 ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન કરશે, અને 'હેરા ફેરી 3'ની શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. ફિરોઝની બીજી ફિલ્મ ' ‘Welcome to the Jungle’ની પણ શૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં અક્ષય જોવા મળશે.આ સમાચારથી ફેન્સ ખુશ થયા છે, જેમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની આઇકોનિક 'હેરા ફેરી 3'માં પાછા ફરશે.

 

 CG Entertainment | Entertainemt News | Hera Pheri 3