સાઉથની એક્ટ્રેસ કરશે સુરતના યુવક સાથે લગ્ન, ફેન્સને આપી સરપ્રાઈઝ...

સાઉથની એક્ટ્રેસ અમલા પોલે અચાનક જ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અમલા પોલ ડીવોર્સ થયા ના લગભગ 6 વર્ષ પછી ફરીથી લગ્ન કરશે તેવું જાણવા મળ્યું છે.

New Update
સાઉથની એક્ટ્રેસ કરશે સુરતના યુવક સાથે લગ્ન, ફેન્સને આપી સરપ્રાઈઝ...

સાઉથની એક્ટ્રેસ અમલા પોલે અચાનક જ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અમલા પોલ ડીવોર્સ થયા ના લગભગ 6 વર્ષ પછી ફરીથી લગ્ન કરશે તેવું જાણવા મળ્યું છે. અમલા પોલ હાલમાં એક ગુજરાતનાં યુવક સાથે કરવા કરવા જઇ રહી છે. જગત દેસાઇ નામના ગુજરાતી યુવક સાથે સાઉથની એક્ટ્રેસ અલમા પોલ લગ્નના બંધનમાં બંધાશે. અમલાએ થોડા દિવસો પહેલા તેનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ ખાસ દિવસે જગત દેસાઇએ ઘૂટણીએ બેસીને અમલાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અમલાએ જગતનું પ્રપોઝલ સ્વીકાર્યું છે અને જગતે તેને રિંગ પણ પહેરાવી દીધી હતી. કપલે આ સુંદર પલોની તસવીર સોસિયલ મીડિયા પર શેર કરી હતી. જગત દેસાઇ અમલાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો નથી પરંતુ તે ગુજરાતનો રહેવાસી છે અને હોસ્પિટાલિટી કંપનીમાં સિનિયર અધિકારી તરીકે કામ કરે છે. જગત હાલમાં ઉત્તર ગોવામાં રહે છે. એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જગત દેસાઇ સુરતનો રહેવાસી છે. અને કંપનીમાં સેલ્સના હેડ તરીકે ફરજ બજાવે છે.