સાઉથની ફેમસ એક્ટ્રેસ મહાલક્ષ્મી શંકરના પતિ રવિન્દર ચંદ્રશેખરની કરાઇ ધરપકડ, 16 કરોડની છેતરપિંડીનો આરોપ.....

સાઉથ સિનેમાના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.

New Update
સાઉથની ફેમસ એક્ટ્રેસ મહાલક્ષ્મી શંકરના પતિ રવિન્દર ચંદ્રશેખરની કરાઇ ધરપકડ, 16 કરોડની છેતરપિંડીનો આરોપ.....

સાઉથ સિનેમાના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ (CCB)એ પ્રોડ્યુસરની 16 કરોડની છેતરપીંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રવિન્દર ચંદ્રશેખરન વિરુદ્ધ ચેન્નઇ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ચંદ્રશેખર વિરુદ્ધની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર 2020માં લિબ્રા પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડના 39 વર્ષના રવિન્દર ચંદ્રશેખરનને 'મદવ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ'ના બાલાજી કાપા સામે એક બિઝનેસ પ્રપોઝલ રાખ્યું હતું. આ પ્રપોઝલ નગર પાલિકાના સોલિડ વેસ્ટને એનર્જીમાં બદલાવ માટેનું હતું. જે માટે ચંદ્રશેખરને બાલાજી કાપા પાસે આર્થિક મદદ માગી હતી. 17 સપ્ટેમ્બર 2020ના એક ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ સાઇન કર્યું અને પ્રોડ્યુસરને 15.83 રોકડમાં પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ ચંદ્રશેખરને એનર્જીનો બિઝનેસ શરૂ પણ ન કર્યો અને પૈસા પરત પણ ન કર્યા હતા. આ પ્રકરણને લઈને પ્રોડ્યુસર ચંદ્રશેખરન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમની સામે કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે ચંદ્રશેખરન કોઇ વિવાદમાં ફસાયા હોય. આ પહેલા 2022માં તેઓએ સાઉથ એક્ટ્રેસ મહાલક્ષ્મી શંકર સાથે બીજા લગ્ન કર્યા હતા, આ વાતને લઇને તેઓ ખુબ જ ટ્રોલ થયા હતા. અગાઉ તેમના લગ્ન આર.શાંતિ સાથે થયા હતા જે લાંબો સમય સુધી ટકી ન હતી. મહાલક્ષ્મી સાથે તેઓએ બીજા લગ્ન કર્યા હતા. મહાલક્ષ્મી સાથે બીજા લગ્ન બાદ જ્યારે સોશિયલ મીડિયા પર બંનેએ વેડિંગ ફોટો પોસ્ટ કર્યા તો તે વાયરલ થઇ ગયા. યુઝર્સે કોમેન્ટ કરી કે અભિનેત્રીએ પૈસા માટે પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા છે.