સ્ટાઈલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ,પુષ્પા-2ના પ્રીમિયરમાં મહિલાના મૃત્યુના કેસમાં પોલીસની કાર્યવાહી

પુષ્પા 2 ફિલ્મની સ્ક્રિનિંગમાં મચેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું.

New Update
a

પુષ્પા 2 ફિલ્મની સ્ક્રિનિંગમાં મચેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું. આ મામલે કેસ રદ કરાવવા અલ્લુ અર્જુને કોર્ટમાં અપીલ પણ કરી હતી. હવે હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદમાં સંધ્યા થિયેટર ખાતે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતા નાસભાગ થઈ હતી. જેમાં એક 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે નવ વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. સમગ્ર મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધમાં કેસ નોંધાયો છે. આ સાથે સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Latest Stories