/connect-gujarat/media/media_files/2025/01/19/nLLviZySV9uVKdoYC12U.jpg)
અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાના કેસમાં મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીઘી છે. પોલીસે રાત્રે લગભગ 2.30 વાગે માહિતી આપી કે, આરોપીની થાણેના હિરાનંદાની વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે.
સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે તેના ઘરે હુમલો થયો હતો. પોલીસનું કહેવું છે કે, સૈફને મુંબઈના બાંદ્રામાં 'સતગુરુ શરણ' બિલ્ડિંગના 12મા માળે આવેલા તેના ઘરમાંથી ચોરી કરવાના પ્રયાસ દરમિયાન હુમલાખોરે ચાકુથી વાર કર્યો હતા. સૈફને ગંભીર ઇજા પહોંચી હોવાથી તે ત્યારથી તે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.