દર્શકોની આતુરતાનો અંત, સ્ત્રી -2ની રિલીઝ ડેટ થઈ જાહેર

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

New Update
stree 2

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ હોરર કોમેડી ફિલ્મ'સ્ત્રી2'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અંગે ફિલ્મ નિર્માતા ઓ દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મ રિલીઝ કરવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. 

'સ્ત્રી2' ફિલ્મના  રિલીઝ પહેલા જ ફિલ્મના ગીતો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની સાથે આખી સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.'સ્ત્રી2' અગાઉ15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે.'સ્ત્રી2' 14 ઓગસ્ટે રાત્રે9:30 વાગ્યે રિલીઝ થવાની છે.

ફિલ્મ'સ્ત્રી2'નું એડવાન્સ બુકિંગ10 ઓગસ્ટ શનિવારથી શરૂ થઈ ગયું છે. મેડડોક ફિલ્મ્સે તેના સોશિયલ મીડિયા પેજ પર જાહેરાત કરી છે કે આ ફિલ્મ14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની આગલી રાતે સિનેમાઘરોમાં રિલીઝ થશેજેમાં રાત્રે9.30 વાગ્યે શો શરૂ થશે. સ્ટુડિયોએ ફિલ્મના પોસ્ટરની સાથે પોસ્ટ કર્યું, 'સ્ત્રી2 - એડવાન્સ બુકિંગ હમણાં જ શરૂ થયું છે.આગળ લખ્યું છે કે, 'તે એક સ્ત્રી છેતે કંઈ પણ કરી શકે છે! એટલા માટે તે એક રાત વહેલા આવી રહી છે14મી ઓગસ્ટ2024ના રોજ રાત્રે9:30 વાગ્યાથી સ્ત્રીસ્વતંત્રતા દિવસની એક રાત પહેલા પરત આવી રહી છે.

Latest Stories