Connect Gujarat
મનોરંજન 

ફિલ્મ પુષ્પા 2 ની ટીમને નળ્યો અકસ્માત, અનેક લોકો થયા ઘાયલ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.

ફિલ્મ પુષ્પા 2 ની ટીમને નળ્યો અકસ્માત, અનેક લોકો થયા ઘાયલ
X

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.

ચાહકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ દરમિયાન આ ફિલ્મ સાથે જોડાયેલા એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મની ટીમ હાલમાં જ એક માર્ગ અકસ્માતનો ભોગ બની છે. ફિલ્મની ટીમ બસમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે જ તે તેલંગાણાના નાલગોંડા જિલ્લાના નરકેટપલ્લી ખાતે બીજી બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં ફિલ્મના કેટલાક સભ્યો ખરાબ રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાની વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. જો કે ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી આ ઘટના સાથે જોડાયેલી કોઈ માહિતી આપી નથી.

Next Story