સુરતના બે યુવાનો દીવાલ કૂદીને પહોચ્યા શાહરુખ ખાનના ઘર 'મન્નત'માં, પોલીસે કરી બંનેની અટકાયત

બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે

New Update
સુરતના બે યુવાનો દીવાલ કૂદીને પહોચ્યા શાહરુખ ખાનના ઘર 'મન્નત'માં, પોલીસે કરી બંનેની અટકાયત

બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે અને એમની એક ઝલક મેળળવા માટે તલપાપડ રહે છે ત્યારે મન્નત'ની સુરક્ષામાં ચૂક થવાનો મામલો સામે આવ્યો છે. શાહરુખ ખાનના 2 ચાહકો તેના ઘર મન્નતની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા.બન્ને યુવાનો ગુજરાતના અને એમાય સુરતના છે તેવું જાણવા મળ્યું હતું. જોકે, સમય રહેતા પોલીસે બંને લોકોની પકડીને પૂછપરછ હાથ ધરી છે. તે ક્યા કારણોસર દીવાલ કુદીને અંદર ગયા હતા તે હજુ બહાર આવ્યું નથી.