/connect-gujarat/media/post_banners/67ec613dee0dae518abb701995c9772356d90195b3a9e44526c427ca2ee0a7f3.webp)
વરુણ ધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર એક દુર્ઘટના સર્જાય હતી. જેમાં વરુણને પગમાં ઇજા થઈ છે. એકટરે આ વિડીયો સોસિયલ મીડિયામાં શેર કર્યો હતો. વરૂણ ધવને વીડિયો તેમના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યું કે, હું ફિલ્મ સેટ પર શૂટમાં વ્યસ્ત હતો મને ખબર જ ન રહી કે મને કેવી રીતે ઇજા પહોંચી. મારા પગમાં ઇજા પહોંચી છે અને હાલ આ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરુણ તેના ઈજાગ્રસ્ત પગને બરફના પાણીથી ભરેલા બેસિનમાં ડુબાડે છે. વરુણે કહ્યું કે તે બરફના પાણીમાંથી ઝડપથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.