પીઢ અભિનેતા ધર્મેન્દ્રની "ગરમ ધરમ ધાબા"એ મુશ્કેલી વધારી,કોર્ટે પાઠવ્યું સમન્સ

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફ્રેન્ચાઈઝી સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે.

New Update
a

બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર તેમની રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઈઝીગરમ ધરમ ધાબાને લઈને મુશ્કેલીમાં છે.

Advertisment

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફ્રેન્ચાઈઝી સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. આ કેસની આગામી સુનાવણી 20મી ફેબ્રુઆરી 2025એ કરવામાં આવી છે.આ દિવસે ધર્મેન્દ્રએ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવું પડશે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યશદીપ ચહલ દ્વારા જે સમન્સ જારી કરવામાં આવ્યું છે તેદિલ્હી સ્થિત બિઝનેસમેન સુશીલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છેજેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી હતી.

5 ડિસેમ્બરે પસાર કરાયેલા સમન્સ ઓર્ડરમાંન્યાયાધીશે કહ્યુંરેકોર્ડ પરના પુરાવા સૂચવે છે કે આરોપી વ્યક્તિઓએ ફરિયાદીને તેમના સામાન્ય હેતુને આગળ વધારવા અને છેતરપિંડીનો ભૌતિક ગુનો કરવા માટે પ્રેરિત કર્યા છે.

કોર્ટે આદેશ આપ્યો છે કેપુરાવાના આધારે કોર્ટ કલમ 34 IPCની સાથે કલમ 420, 120B હેઠળ ગુનો કરવા બદલ ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ કાર્યવાહી કરશે. છેતરપિંડીના કેસમાં વધુ સુનાવણી 20 ફેબ્રુઆરી, 2025ના રોજ હાથ ધરવામાં આવશે. અભિનેતા ધર્મેન્દ્ર અને તેમના સિવાય અન્ય બે લોકોને આ કેસમાં સુનાવણી માટે આપેલી તારીખે હાજર રહેવું પડશે તેમ જાણવા મળ્યું છે.