Connect Gujarat
મનોરંજન 

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન…

સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અને ટીવીમાં કામ કરનાર પીઢ અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં નથી રહ્યા.

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન…
X

સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અને ટીવીમાં કામ કરનાર પીઢ અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં નથી રહ્યા. જણાવી દઈએ કે વિક્રમ ગોખલે છેલ્લા કેટલાક દિવસોથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. અભિનેતાની તબિયત સતત નાજુક હતી અને તેઓ વેન્ટિલેટર પર હતા. પરંતુ હવે તેમના નિધનના સમાચારે સૌને દુઃખી કરી દીધા છે.

વિક્રમ ગોખલેનો જન્મ ફિલ્મી પરિવારમાં થયો હતો. અભિનયની શરૂઆત તેના પરદાદી પાસેથી પરિવારમાં થઈ હતી. વિક્રમ ગોખલેના પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય પડદાની પ્રથમ મહિલા અભિનેત્રી હતી. તેમના દાદી કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને તેમના પિતા ચંદ્રકાંત ગોખલે પણ મરાઠી સિનેમાના પીઢ અભિનેતા હતા. પરિવારના રસ્તે ચાલીને વિક્રમ પણ સિનેમા સાથે જોડાયો. જો કે, તેમનું નામ હંમેશા થિયેટર સાથે જોડાયેલું હતું. તેમની પહેલી ફિલ્મ 'પરવાના' વર્ષ 1970માં રિલીઝ થઈ હતી. આ પછી તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોવા મળ્યો.

Next Story