જાણીતા ગાયક જુબીન નોટિયાલનો સીડી પરથી પગ લપસતા માથા અને પાંસળીના ભાગે પહોંચી ઇજા, હોસ્પિટલમાં દાખલ

સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયો હતો. તેની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં ઈજા થઈ છે.

જાણીતા ગાયક જુબીન નોટિયાલનો સીડી પરથી પગ લપસતા માથા અને પાંસળીના ભાગે પહોંચી ઇજા, હોસ્પિટલમાં દાખલ
New Update

સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયો હતો. તેની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં ઈજા થઈ છે. આ સિવાય ગાયકને માથા અને કપાળ પર પણ ઈજાઓ થઈ છે. સિંગરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ તેના જમણા હાથનું ઓપરેશન કરવામાં આવશે. ડૉક્ટરે તેમને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

તાજેતરમાં જ જુબિન નૌટિયાલનું ગીત તુ સામને આયે રિલીઝ થયું હતું. આ ગીત યોહાની સાથે ગાયું હતું. જણાવી દઈએ કે, ગુરુવારે ગીતના લોન્ચિંગ સમયે નૌતિયાલ અને યોહાની સાથે જોવા મળ્યા હતા. સિંગર જુબીન નૌટિયાલે પોતાના ગીતોના આધારે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેના ગીતો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ચાહકો પણ ગાયકના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Mumbai #injuries #Bollywood Singer #Jubin Nautiyal #foot slipped #head and rib
Here are a few more articles:
Read the Next Article