ડિસ્પ્લે અને જાહેરાત માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત PVC ફ્લેક્સને બદલે હવે એક નવું અને વધુ ટકાઉ વિકલ્પ બજારમાં આવી રહ્યો છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં કાર્યરત AAS TECH કંપનીએ એન્જિનિયર્ડ વૂવન ડિસ્પ્લે સબસ્ટ્રેટ‘ નામની નવી ટેક્નોલોજી વિકસાવી છે. આ નવી ટેક્નોલોજી પાછળ AAS TECHના માલિક અને ઉદ્યોગસાહસિક નિરવ શાહનું વિઝન અને નેતૃત્વ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત અવિનાશ કોઠારીગૌરવ સારદા અને પિયુષ સતાસિયા તેમની સાથે જોડાઇને આ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. 

Nirav Shah

જોકેઆ એન્જિનિયર્ડ વૂવન ડિસ્પ્લેને સામાન્ય ભાષામાં કહીએ તો “ફેબ્રિક ફ્લેક્સ બેનર તરીકે ઉપયોગમાં આવી શકે છે. જે નવી પેઢીની વૂવન ટેક્સટાઇલ પ્લેટફોર્મ છેજે પરંપરાગત પીવીસી ફ્લેક્સ અને બેનર મટિરિયલનો મજબૂત વિકલ્પ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફેબ્રિકની ડિઝાઇન વખતે નિષણાંત તરીકે સુમિતપાલ સિંઘે પણ ફાળો આપ્યો હતો. હાલમાં જે પીવીસી ફ્લેક્સ બેનર આપણે રસ્તાઓદુકાનો અને ઇવેન્ટમાં જોઈએ છીએતે લાંબા સમય સુધી ટકતા નથી. સૂર્યપ્રકાશથી તેનો રંગ ફીકો પડી જાય છેગરમીમાં તે તૂટી શકે છે અને પવનથી ફાટી શકે છે. ઉપરાંતતે પર્યાવરણ માટે પણ હાનિકારક માનવામાં આવે છે. AAS TECH કંપનીનો દાવો છે કેતેમની નવી ફેબ્રિક આધારિત ટેકનોલોજી આ તમામ સમસ્યાઓનું સમાધાન આપી શકે છે. 

*નિરવ શાહ ડીપ સ્ટ્રેટેજિસ્ટ અને ન્યૂ એરા આંત્રપ્રિન્યોર છે…

નિરવ શાહ એક દૂરદેશી ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ માત્ર બિઝનેસમેન નથીપરંતુ એક ડીપ સ્ટ્રેટેજિસ્ટ” તરીકે જટિલ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીને લાંબા ગાળાની યોજના બનાવવામાં નિષ્ણાંત છે. માર્કેટ ટ્રેન્ડડેટા એનાલિસિસ અને ભવિષ્યના ઉદ્યોગ પરિવર્તનોને ધ્યાનમાં રાખીને તેઓ કંપનીને નવી દિશામાં આગળ ધપાવે છે. ન્યૂ એરા આંત્રપ્રિન્યોર તરીકે તેઓ નવી ટેક્નોલોજીઇનોવેશન અને બદલાતા માર્કેટ ડાયનેમિક્સને ઝડપી રીતે સ્વીકારીને તેને સફળ બિઝનેસ મોડેલમાં ફેરવે છે. 

* ફેબ્રિક ફ્લેક્સ બેનરમાં ડિઝાઇન સીધી જ વણાટ દરમિયાન તૈયાર કરી શકાય છે

આ ખાસ ફેબિક એવી રીતે બનાવવામાં આવે છે કેડિઝાઇન સીધી જ વણાટ દરમિયાન તૈયાર કરી શકાય છે. એટલે કેપ્રિન્ટિંગ કર્યા વગર પણ બેનર પર લખાણ અથવા ડિઝાઇન બનાવી શકાય છે. જો જરૂર હોય તો તેના પર ડિજિટલ પ્રિન્ટિંગ સ્કીન પ્રિન્ટિંગ અથવા અન્ય રીતે ડિઝાઇન પણ કરી શકાય છે. એટલે એક જ મટિરિયલ ઘણા પ્રકારના કામ માટે ઉપયોગી બને છે.

કંપની જણાવે છે કે, AAS એલાઇનમેન્ટ અને મોશન-કન્ટ્રોલ એન્જિનિયરિંગ સિદ્ધાંતોના ઉપયોગથી યાર્ન એલાઇનમેન્ટ એક્યુરેસીયુનિફોર્મ ટેન્શન ડિસ્ટ્રિબ્યુશન અને ડાઇમેન્શનલ સ્ટેબિલિટી સુનિશ્ચિત થાય છે. જેના કારણે લાર્જ-ફોર્મેટ ડિસ્પ્લેમાં ડિસ્ટોર્શન ઘટે છે અને સ્પષ્ટ વિઝ્યુઅલ ગુણવત્તા મળે છે. જેના કારણે તે ખેંચાય નહીં અને બેનર લગાવ્યા પછી લખાણ વાંકુ ન પડે. મોટા સાઇઝના બેનરમાં પણ ડિઝાઇન સ્પષ્ટ અને સીધી રહે છે. આ ટેક્નોલોજીથી બનેલા બેનર ફાયર સેફ્ટી બ્લેન્કેટવેલ્ડિંગ કર્ટન અને હીટથી સુરક્ષા માટેના કવરમાં પણ ઉપયોગી બની શકે છે.

આ મટિરિયલ ગરમીમાં તૂટી જતું નથી. તેના પર પવનનો દબાણ ઓછી અસર કરે છેઅને લાંબા સમય સુધી તેની મજબૂતી જાળવે છે. આ નવી ફેબ્રિક ફ્લેક્સ બેનર ફરીથી ઉપયોગમાં લઈ શકાય છેઅને રિસાયકલ પણ થઈ શકે છે. કંપની અનુસારઆ ટેક્નોલોજીથી બનાવેલા બેનર ફાયર સેફ્ટી બ્લેન્કેટવેલ્ડિંગ કર્ટન અને હીટથી સુરક્ષા માટેના કવર જેવા કામોમાં પણ ઉપયોગી બની શકે છે.

ઉદ્યોગના જાણકારો માને છે કેજો આ નવી ટેક્નોલોજી વ્યાપક પ્રમાણમાં અપનાવવામાં આવે તો PVC આધારિત બેનરનો ઉપયોગ ઘટી શકે છે. અને વધુ મજબૂત અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે. AAS TECH દ્વારા આ નવી ટેક્નોલોજી માટે પેટન્ટ મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે. 

*કસ્ટમર સેન્ટ્રિક એપ્રોચ…!

નિરવ શાહનો બિઝનેસ ફિલોસોફી ગ્રાહક કેન્દ્રિત છે. તેઓ ગ્રાહકોની જરૂરિયાતો સમજીને તેમની સમસ્યાઓનો ઉકેલ આપે તેવા પ્રોડક્ટ વિકસાવે છે. AAS TECHની આ નવી ટેક્નોલોજી પણ ગ્રાહકોને વધુ ટકાઉમજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવો વિકલ્પ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.

*ટેક્નિકલ જ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ90થી વધુ દેશોમાં 360થી વધુ પેટન્ટ મેળવી છે…

નિરવ શાહ પાસે મિકેનિકલ એન્જિનિયરિંગથી લઈ આધુનિક મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી સુધીનું ઊંડું ટેક્નિકલ જ્ઞાન છે. તેઓ ફિઝિકલ મોલ્ડ અને ડાય-કાસ્ટિંગ જેવા વિશેષ ક્ષેત્રોમાં નિષ્ણાત માનવામાં આવે છે. એમની ટેકનોલોજીકલ પ્રસિદ્ધીઓને કારણે લોકો નિરવ શાહને હાલના યુગના આઇન્સ્ટાઇન પણ માને છે. તેમનો વૈજ્ઞાનિક અને વિશ્લેષણાત્મક અભિગમ સમસ્યાઓને વ્યવસ્થિત રીતે ઉકેલવામાં મદદરૂપ બને છેજેના કારણે નવી ટેક્નોલોજી વિકાસમાં ગુણવત્તા અને કાર્યક્ષમતા જાળવવામાં સફળતા મળી છે. હાલ સુધીમાં તેઓએ 90થી વધુ દેશોમાં 360થી વધુ પેટન્ટ મેળવી લીધી છે.