તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો છે. ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. 6 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી છે. હાલમાં વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી.
તમિલનાડુના CM એમકે સ્ટાલિને X પર લખ્યું- આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને તમામ જરૂરી સહાય પહોંચાડવા માટે તમામ વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા.
