સાબરકાંઠા : હિમંતનગર માર્કેટયાર્ડ ખાતે ખેડુતોની કતાર, ટેકાના ભાવે ઘઉં વેચવા ધસારો

New Update
સાબરકાંઠા : હિમંતનગર માર્કેટયાર્ડ ખાતે ખેડુતોની કતાર, ટેકાના ભાવે ઘઉં વેચવા ધસારો

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે ખેડુતોની હાલત કફોડી બની છે. સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવથી ઘઉંનું વેચાણ કરવા માટે ખેડુતો દોડધામ કરી રહયાં છે પણ માર્કેટીંગ યાર્ડ પણ બંધ હોવાથી તેમને ધકકા ખાવાનો વારો આવ્યો છે.

સરકારે ટેકાના ભાવથી ખેત ઉપજોની ખરીદી શરૂ કરી ત્યાં કોરોનાનું ગ્રહણ નડી ગયું છે. સાબરકાંઠા જિલ્લામાં એક માત્ર હિમંતનગર ખાતે માર્કેટીંગ યાર્ડ ખુલ્લું હોવાના કારણે આસપાસથી ખેડુતો ટ્રેકટરો લઇ તેમના ઘઉંના વેચાણ માટે આવ્યાં હતાં. પરંતુ માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયાં યાર્ડને બંધ કરી દેવામાં આવ્યું હતું. માર્કેટીંગ યાર્ડ બંધ થતાં ઘઉં વેચવા આવેલાં ખેડુતોની કતાર લાગી ગઇ હતી.

મોટી સંખ્યામાં ખેડુતો આવ્યાં હોવાથી માર્કેટયાર્ડ પાસે ટ્રાફિકજામ થઇ ગયો હતો. કોરોનાની મહામારી વચ્ચે ખેડુતોને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાણાની તાતી જરૂરીયાત છે. અને તેઓ તેમની ઉપજો ઝડપથી વેચાઇ જાય તે માટે માર્કેટીંગ યાર્ડ ખાતે કતારો લગાવી રહયાં છે. હિમંતનગર માર્કેટયાર્ડને પણ 2 મે સુધી બંધ કરી દેવામાં આવતાં ખેડુતોની હાલત કફોડી બની છે. સાબરકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધ થઇ જતાં જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે.

Latest Stories