Connect Gujarat
ફેશન

શું ગળામાં ખોટી જ્વેલરી પહેરવાથી થાય છે સ્કીન પ્રોબ્લેમ, તો અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર.....

શું ગળામાં ખોટી જ્વેલરી પહેરવાથી થાય છે સ્કીન પ્રોબ્લેમ, તો અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર.....
X

આજ કાલ ખોટી જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ આવ્યો છે. પહેલાના સમયમાં લોકો સાચા એટલે કે સોનાના દાગીના પહેરતા હતા. જો કે આ જ્ગ્યા હવે ખોટા દાગીનાએ લઈ લીધી છે. છોકરીઓ કપડાં અને ફેશનને લઈને ખોટી જ્વેલરી પસંદ કરતી હોય છે. જો કે હવે સોનાના દાગીના ખેચાવાનો ભય રહેતો હોવાને કારણે પણ લોકો ખોટી જ્વેલરી પહેરવાનું પસંદ વધારે કરતાં હોય છે. પરંતુ ઘણા લોકોને ખોટા દાગીના પહેરવાથી એલર્જી, ખંજવાળ, રેશિસ, બળતરા જેવી સમસ્યા રહેતી હોય છે. તો આ ઘરેલુ ઉપાયો તમારા માટે બેસ્ટ છે. આ ઉપયોથી તમને રાહત મળશે.

· એલોવેરા જેલ

એલોવેરા જેલમાં એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કિનને લગતી દરેક સમસ્યાઓને દૂર કરે છે. આ માટે તમને જ્યારે સ્કીન એલર્જી થાય છે. ત્યાં તમે આ એલોવેરા જેલ લગાવી શકો છો. આમ કરવાથી ખંજવાળ અને બળતરા નહિ થાય.

· ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલમાં એંટી બેકરેરીયલ ગુણ આવેલા હોય છે. જે કોઈ પણ પ્રકારની સ્કીન એલર્જીમાંથી રાહત આપવાનું કામ કરે છે. તમે ખોટા દાગીના પહેરો છો અને તમને એલર્જી થાય છે તો તમે આ આઓઇલ લગાવવાનું શરૂ કરો દો. આ ઓઇલથી તમને રાહત થઈ જશે. આ ઓઇલ લગાવવા માટે તમે કોટનના રૂનો ઉપયોગ કરી શકો છો. આરામ મળી જશે.

· હળદરની પેસ્ટ

હળદરમાં એંટી બેક્ટેરિયલ, એંટીસેપ્ટિક, એંટી વાયરલ, એંટીફંગલ ગુણ હોય છે. તમે મેટલ જ્વેલરી પહેરો છો અને તમને સ્કીન એલર્જી થાય છે. તો તમારા માટે હળદર એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે અડધી ચમચી હળદર લો અને તેમાં પાઇ મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટ લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ ચોખા પાણીથી ધોઈ નાખો.

· બરફનો ઉપયોગ કરો

સ્કીન એલર્જીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો. બરફનો શેક કરવાથી રાહત થાય છે.

· લીમડાના પાન

લીમડાના પાનમાં એંટી બેક્ટેરિયલ, એંટીએપ્ટિક અને એંટીફંગલ જેવા ગુનો આવેલા હોય છે. આ બધા માટે તમે લીમડાના પાનની પેસ્ટ લગાવી શકો છો.

Next Story