Connect Gujarat
ફેશન

આ વસ્તુને રોજ લગાવો પગના તળિયે, ચહેરો ચાંદ જેવો ચમકવા લાગશે

આપણામાંથી ઘણા લોકો ત્વચાની સુંદરતા માટે ઘણા બધા પ્રયત્નો કરતાં હોય છે. પરંતુ મનગમતું પરિણામ નથી મળતું.

આ વસ્તુને રોજ લગાવો પગના તળિયે, ચહેરો ચાંદ જેવો ચમકવા લાગશે
X

આપણામાંથી ઘણા લોકો ત્વચાની સુંદરતા માટે ઘણા બધા પ્રયત્નો કરતાં હોય છે. પરંતુ મનગમતું પરિણામ નથી મળતું. જોકોઈ એવું કહે કે તમારી સ્કિનનું કનેક્શન તમારા પગના તળિયા સાથે છે તો માનવું મુશ્કેલ છે. ઘણા સ્કીન એક્સપર્ટનું માનવું છે કે જો આપણે દેશી ધી થી પગના તળિયાનું માલિશ કરીએ તો ચહેરા પર જબરદસ્ત ગ્લો આવી શકે છે. આ આયુર્વેદિક પધ્ધતિ છે જેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. આમ કરવાથી માત્ર ત્વચાને જ ફાયદો નથી થતો, પરંતુ બીજી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

પગના તળિયા પર દેશી ઘી ઘસવાથી શું ફાયદા થાય છે.

1. પગના તળિયાને ઘીથી મસાજ કરવાથી ચહેરા પર અદ્ભુત ચમક આવે છે અને સ્કિનની ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

2. જે લોકોને રાત્રે શાંતિથી ઊંઘ નથી આવતી તેમણે સૂતા પહેલા દેશી ઘી થી તળિયાનું માલિશ કરવું જોઈએ.

3. જો તમારો લાઇફ પાર્ટનર સૂતી વખત્રે જોરથી નસકોરાં બોલાવે છે તો આજથી જ તેના પગના તળિયા પર ઘી લગાવો.

4. જે લોકો અપચા અથવા તો પેટની સમસ્યાથી પરેશાન છે. તેમના માટે આ પધ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

5. જો તમે સૂતા પહેલા તમારા પગને ઘીથી માલીસ કરો છો, તો તે તમારા મનને આરામ આપશે તણાવ પણ દૂર કરશે.

6. બહુ ઓછા લોકો જાણે છે કે આ રીત અજમાવવાથી મેદસ્વીતા પણ ઘટાડી શકાય છે.

ઘીનું માલીસ કેવી રીતે કરવું જોઈએ.

રાતે સૂતા પહેલા તમારી હથેળી પર દેશી ઘી લગાવો અને પછી તમારા પગના તળિયા પર માલીસ કરો. પગ ગરમ થાય ત્યાં સુધી ઘી લગાડતા રહો. પછી આરામથી સૂઈ જાવ, થોડા જ દિવસોમાં તમને અસર સ્પષ્ટપણે દેખાશે.

ઘીનો બીજો વિકલ્પ શું છે?

ઘી ખૂબ મોંઘું છે. તેથી દરેક વ્યકતી આ દૂધની બનાવટનો ઉપયોગ કરી શક્તી નથી. તેમાં બદલે તમે નારિયેળ તે હવા તો કોકમ બટરનો ઉપયોગ કરી શકો છો.

Next Story