શું તમારા મોઢા પર ખીલના ડાઘ રહી ગયા છે? તો કરો આ ઘરેલુ ઉપાય, ડાઘ થઈ જશે છૂમંતર..!

આજકાલ વધતા જતા પ્રદૂષણ અને ફાસ્ટ ફૂડને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

New Update
શું તમારા મોઢા પર ખીલના ડાઘ રહી ગયા છે? તો કરો આ ઘરેલુ ઉપાય, ડાઘ થઈ જશે છૂમંતર..!

આજકાલ વધતા જતા પ્રદૂષણ અને ફાસ્ટ ફૂડને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. ફાસ્ટ ફૂડનું વધુ પડતા સેવનથી સીધી અસર સ્કિન અને વાળ પર જોવા મળતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ચહેરા પર પિંપલ નીકળવા, સ્કિન પર ડાઘ પડવા, ફોલ્લીઓ થવી વગેરે સમસ્યા જોવા મળે છે. આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલુ નુસખા અપનાવી રાહત મેળવી શકો છો. જેમાં એલોવેરા જેલ, લીંબુનો રસ, વિટામિન ઈ કેપ્સુલ, ટ્રી ટ્રી ઓઈલ એ પિંપલ, ડાઘ, ફોલ્લી જેવી સમસ્યા માટે ઉત્તમ ગણાય છે.

એલોવેરા

· આજકાલ લોકોને સ્કિન પર પિંપલ, ડાઘ કે ફોલ્લી જેવી સમસ્યા જોવા મળે છે. જેના માટે તમે કેટલાક ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. એલોવેરામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી આવેલી હોય છે. જે ડેડ સ્કિન હટાવવામાં મદદ કરે છે. આ માટે એલોવેરાની છાલ કાઢી તેમાંથી જેલ કાઢ્યા બાદ ડાઘવાળા ભાગ પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. આમ 30 મિનિટ સુધી મસાજ કર્યા બાદ તેને ધોઈ લો.

લીંબુ

· લીંબુમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ હોય છે. જે ડાઘ-ધબ્બાને ખતમ કરે છે. આ સિવાય તે ડેડ સ્કિન સેલ્સને હટાવીને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જો સમાન માત્રામાં લીંબુનો રસ, ગુલાબ જળ કે વિટામીન ઈ ઓઈલ મેળવીને ડાઘવાળી જગ્યાએ લગાવ્યા બાદ ગરમ પાણીથી ધોઈ લેવામાં આવે તો સ્કિન પર નિખાર લાવે છે.

વિટામિન E કેપ્સૂલ

· વિટામિન ઈની કેપ્સૂલ સ્કિનને હાઇડ્રેટ કરે છે, અને ડેમેજ ટિશ્યુને રિપેર કરે છે. જો કે તેના ઉપયોગ પહેલા ગરમ પાણીની વરાળ લેવામાં આવે તો ચહેરાના પોર્સ ખૂલી જાય છે. આ માટે વિટામિન ઇ ની કેપ્સુલ માંથી ઓઇલને કાઢી તેને ડાઘવાળા એરિયા પર થોડીવાર સુધી મસાજ કરો. ત્યારબાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખો. જેનાથી સ્કિનમાં ચમક જોવા મળે છે.

ટી ટ્રી ઓઇલ

· ટી-ટ્રી ઓઇલએ સ્કિન માટે એન્ટી-ઇન્ફ્લેમેટરી અને હીલિંગ પ્રોપર્ટીઝના કારણે ડાઘને દૂર કરે છે. આ માટે 4 ટીપાં ટી-ટ્રી ઓઇલમાં 2 મોટી ચમચી પાણી મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવવાથી સ્કિનમાં નવો ઉજાસ લાવે છે. આ માટે તમે પાણીને બદલે બદામનું તેલ પણ વાપરી શકો છો. પરંતુ ક્યારેય ડાયલ્યૂટ કર્યા વગર ટી-ટ્રી ઓઇલ વાપરવું ન જોઈએ.

Latest Stories