Connect Gujarat
ફેશન

શું તમારા નખ ગંદા અને કાળા થઈ ગયા છે? તો ફોલો કરો આ ટિપ્સ, મિનિટોમાં ચમકી જશે તમારા નેઇલ......

આપણા હાથ અને આંગળીઓની જેમ નખ પણ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે. તે સુંદરતામાં વધારો કરે છે.

શું તમારા નખ ગંદા અને કાળા થઈ ગયા છે? તો ફોલો કરો આ ટિપ્સ, મિનિટોમાં ચમકી જશે તમારા નેઇલ......
X

આપણા હાથ અને આંગળીઓની જેમ નખ પણ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે. તે સુંદરતામાં વધારો કરે છે. તેથી જ મોટા ભાગની મહિલાઓ સમયસર નેઇલ કટિંગ અને મેનીકયોર કરાવતી હોય છે. પરંતુ વારંવાર નાખની સાજસંભાળ રાખવી ઘણી મોંઘી પડે છે. અને તેનાથી નખને નુકશાન પણ થાય છે. સાથે સાથે નખની ચમક પણ ઓછી થવા લાગે છે. તો ચાલો જાણીએ કે આપણે નખની ચમક ઘરે કેવી રીતે વધારવી. નખને હંમેશા કાળજીની જરૂર હોય છે. જો તેની કાળજી લેવામાં ના આવે તો તે તેની ચમક ખોઈ બેસે છે અને ચેપ લાગવાનુ જોખમ રહે છે. તો ચાલો જાણીએ કે તમે ઘરે બેસીને કેવી રીતે સરળતાથી તમારા નખને ચમકદાર બનાવી શકો છો. જો તમે નીચે આપેલા ઉપાયોને ફોલો કરશો તો તમારે પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નહીં પડે...

1. હૂંફાળા પાણીથી નખ સાફ કરવા

નખ સાફ કરવા માટે સૌ પ્રથમ પાણીને થોડું ગરમ કરો. પછી આ નવશેકું પાણીને એક વાસણમાં લઈ લો. જેમાં તમારી બધી આંગળીઓ બોળી શકાય. હવે તેમાં નખ પલાળી દો. 5 થી 10 મિનિટ સુધી તેને પલાળેલા રાખો પછી નખને બહાર કાઢી લો. ગરમ પાણીમાં તમે ગુલાબની પાંખડીઓ, લીંબુ અને હળવો શેમ્પૂ પણ એડ કરી શકો છો.

2. તેલની મદદથી નખ સાફ કરો

તમે વાળ માટે તેલનો ઘણો ઉપયોગ કર્યો હશે. પણ તેનો ઉપયોગ નખને સાફ કરવા અને માલીસ કરવા માટે પણ થાય છે. તે નખ માટે વરદાનથી ઓછું નથી. ટેનથી નખ મોઈશ્ચરઇઝિંગ થાય છે. જો તમે નિયમિતપણે નખ પર તેલની માલીસ કરશો તો તેનાથી કુદરતી ચમક પાછી આવી જશે એ નખની વચ્ચે ફસાયેલી ગંદકી સાફ થઈ જશે. આ માટે તલનું તેલ અને લવેન્ડર ઓઇલ ખૂબ જ ઉપયોગી બની શકે છે.

Next Story