Connect Gujarat
ફેશન

ડાર્ક સર્કલ બગાડી રહ્યા છે ચહેરાનો લુક, ટ્રાય કરો આ ઘરેલુ નુસખો

ડાર્ક સર્કલ બગાડી રહ્યા છે ચહેરાનો લુક, ટ્રાય કરો આ ઘરેલુ નુસખો
X

આંખોએ માણસની ઓળખ છે. એટલા માએ દરેક વ્યકતી આકર્ષક આંખો રાખવા માંગે છે. પરંતુ ઘણા લોકોને આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા હોય છે. જેના કારણે તેની આંખોને ગ્રહણ લાગી જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે કોફી અંડર આઈ માસ્ક લઈને આવી ગયા છીએ. આ માસ્ક કોફી, મધ અને વિટામિન ઇ ની કેપ્સ્યુલથી તૈયાર કરવામાં આવે છે. તેથી આ ત્રણેય ની મદદથી હઠીલા ડાર્ક સર્કલ થોડા જ દિવસોમાં ગાયબ થઈ જાય. આ સિવાય સોજાવાળી આંખો અને થાકેલી આંખોની સમસ્યાને પણ દૂર કરી દે છે. તો જાણો કેવી રીતે બનાવશો કોફી અંડર આઈ માસ્ક અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો.

માસ્ક કેવી રીતે બનાવશો:-

· આ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો.

· પછી તેમાં કોફી અને મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

· આ પછી તેમાં વિટામિન ઇ ની કેપ્સ્યુલ નાખો.

· પછી તેને ફરી એક વાર સારી રીતે મિક્સ કરો

· હવે તમારી કોફી અંડર આઈ માસ્ક તૈયાર છે.

માસ્ક નો ઉપયોગ કેવી રીતે કરવો:-

· તમારી આંખોની નીચે સમાન રૂપે આઈ માસ્ક લગાવો.

· પછી તમે તેને 10 મિનિટ માટે આ રીતે સુકવવા મૂકી દો.

· આ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

· સારા પરિણામ માટે દર વૈકલ્પિક દિવસે આ આંખનો માસ્ક લાગુ કરો.

Next Story