કોઈ પણ વ્યકતીને તેના ચહેરા પર દાગ ધબ્બા અને કરચલી પડેલી ગમતી નથી. આવા નિશાનથી ચહેરાની ચમક સાવ ઉતરી જાય છે અને ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. ચહેરા પરની કરચલીઓ આપની સુંદરતાને બગાડી નાખે છે. સામાન્ય રીતે અવ્યવસ્થિત જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ ખોરાકની આદતો, હોર્મોન્સ ચેન્જ વગેરેથી સ્કીનપર આવા પ્રોબ્લેમ્સ અનુભવાય છે. આવી સ્થિતિમાં તમે લીંબુનો સહારો લઈ શકો છો. જે એંટીઓક્સિડેંટ્સથી ભરપૂર છે.
આ વસ્તુઓ કરશે તમારી ચહેરાની કરચલીને દૂર
ડુંગળી
સૌ પ્રથમ એક ડુંગળી લો. તેને કાપીને કરચલી વાળા વિસ્તાર પર આ ડુંગળીનો ટુકડો ઘસો. તેને 15 મિનિટ સુધી ચહેરા પર એમ જ રહેવા દો. પછી હૂંફાળા પાણીથી ચહેરાને ધોઈ નાખો. આ સિવાય ડુંગળીનો રસ ચહેરા અપર લગાવવાથી પણ ફાયદો થાય છે. તમારો ચહેરો સ્પષ્ટ દેખાવા લાગશે. તેને દિવસમાં 2 વાર લગાવો. ડુંગળીમાં વિટામિન સી અને એંટીઓક્સિડેંટ્સના ગુણો આવેલા હોય છે. જે પિગ્મેંટેશનને દૂર કરવામાં મદદ કરે છે.
લીંબુ
એક બાઉલમાં એક લીંબુનો રસ કાઢો. ત્યાર બાદ તેમાં મધ ઉમેરો. તેને ચહેરા પર 15 મિનિટ માટે એમ જ રહેવા દો. હવે હૂંફાળા પાણીથી ચહેરાને ધોઈ નાખો. જ્યાં સુધી ફ્રિકલ ઓછા ના થઈ જાય ત્યાં સુધી લગાવો. તમે તેને દિવસમાં બે વાર લગાવી શકો છો. લીંબુના રસમાં કુદરતી બ્લીચિંગના ગુણ હોય છે. અને મધ મોઈશ્ચરઇઝરનું કામ કરે છે. આ બંને એક સાથે મળીને ફ્રિકલ ની સમસ્યાનું સમાધાન કરે છે.
કાચા બટેકા
એક કાચા બટેકાને કાપીને તેના પર થોડા પાણીના ટીંપા નાખીને તેને ફ્રિકલ વળી જગ્યાએ સર્ક્યુલર મોશનમાં ઘસો. 10 મિનિટ સુધી રાખ્યા બાદ હૂંફાળા પાણીથી ચહેરાને ધોઈ નાખો. તેને 1 મહિના સુધી દિવસમાં 2 થી 3 વાર લગાવો. આવું કરવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થઈ જશે.
એલોવેરા
સૌ પ્રથમ એલોવેરાનો પલ્પ કાઢી તેમાં 2 થી 4 ટીંપા લીંબુના ઉમેરો. હવે પહેલા ચહેરાને બરાબર સાફ કરીને ચહેરા પર લગાવો. આ પછી સર્ક્યુલર મોશનમાં ચહેરા પર મસાજ કરો. તેને નિયમિત ચહેરા અપર લગાવવાથી ચહેરા પરની ફ્રિકલ દૂર થઈ જશે અને ચહેરો એકદમ ચમકવા લાગશે.