ફિશ પેડીક્યોર કરાવો છો? તો આટલું જાણી લેજો, સ્કિનને થાય છે અંદરથી નુકશાન.......

હાલમાં ફિશ પેડીક્યોર કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિશ પેડીક્યોર કરાવવાનો ચસખો તમને પણ લાગ્યો છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે.

New Update
ફિશ પેડીક્યોર કરાવો છો? તો આટલું જાણી લેજો, સ્કિનને થાય છે અંદરથી નુકશાન.......

હાલમાં ફિશ પેડીક્યોર કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિશ પેડીક્યોર કરાવવાનો ચસખો તમને પણ લાગ્યો છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. ફિશ પેડીક્યોરનો ટ્રેન્ડ સમય જતા લોકોને ભારે પડી શકે છે. ફિશ પેડીક્યોર એક થેરાપી છે જેમાં નાની-નાની માછલીઓ પગની ડેડ સ્કિનને અલગ કરીને ખાવાનું કામ કરે છે. પરંતુ ફિશ પેડીક્યોર સમયે તમે નાની-નાની બાબતોનું ધ્યાન રાખતા નથી તો સ્કિન અંદરથી અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો ફિશ પેડીક્યોર કરાવવાથી સ્કિનને શું નુકસાન થાય છે.

જાણો ફિશ પેડીક્યોર કરાવવાથી શું નુકસાન થાય છે.

· તમે રેગ્યુલર એટલે કે મહિનામાં એક વાર ફિશ પેડીક્યોર કરાવો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે.

· તમારા પગમાં કોઇ ઇજા થઇ છે અને તમે ફિશ પેડીક્યોર કરાવો છો તો લોહી નિકળી શકે છે. ત્યારબાદ તમારી સ્કિન અંદરથી ડેમેજ થવા લાગે છે.

· કોઇને સ્કિનની તકલીફ થઇ છે અને તમે આ પાણીથી ફિશ પેડીક્યોર કરાવો છો તો અનેક ઘણું નુકસાન થાય છે. બીજાને સ્કિનને લગતી કોઇ સાઇડ ઇફેકટ્સ હોય તો તમારી સ્કિન પર ફોલ્લીઓ તેમજ રેશિશ થવા લાગે છે.

· તમને પહેલાંથી કોઇ સાઇડ ઇફેક્ટ્સ છે તો તમે ફિશ પેડીક્યોર કરાવવાનું ટાળો. ફિશ પેડીક્યોર કરાવવાથી વધારે સ્કિન ખરાબ થાય છે.

· તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય તો તમારે ફિશ પેડીક્યોર કરાવવુ જોઇએ નહીં. ફિશ પેડીક્યોર કરાવવાથી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે નબળી થઇ શકે છે.

· ફિશ પેડીક્યોર કરાવવાથી પગમાં લોહી નિકળી શકે છે.

· ફિશ પેડીક્યોર કરાવવાથી પગની સ્કિનમાં ફુલ્લાઓ પડી શકે છે. આ સાથે રેસિશ પણ થઇ શકે છે.

· ઘણી વાર ફિશ પેડીક્યોર કરાવવાથી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.ફિશ પેડીક્યોર કરાવો છો અને લોહી નિકળે છે તો તરત પગ બહાર કાઢી લો. આ સાથે કોઇ એન્ટીસેપ્ટિક દવા લો, જેથી કરીને આગળ કોઇ તકલીફ વધે નહીં.

· ફિશ પેડીક્યોર કરાવ્યા પછી તમને ખંજવાળ, બળતરા થાય છે તો તમે તરત સ્કિનના ડોક્ટરનો સંપર્ક કરો, નહીં તો તકલીફ વધી શકે છે

Latest Stories