Connect Gujarat
ફેશન

વરસાદી ઋતુમાં વાળ ડ્રાઈ થઈ જાય છે? તો આ બે વસ્તુને શેમ્પુમાં ઉમેરો, હેર એકદમ મુલાયમ અને સિલ્કી થઈ જશે....

ચોમાસામાં વરસાદની અસર તમારા સ્વાસ્થ્ય સાથે સ્કીન અને હેર પર પણ પડે છે.

વરસાદી ઋતુમાં વાળ ડ્રાઈ થઈ જાય છે? તો આ બે વસ્તુને શેમ્પુમાં ઉમેરો, હેર એકદમ મુલાયમ અને સિલ્કી થઈ જશે....
X

આ સિઝનમાં વરસાદ અને તડકો બંને વાળથી લઈને સ્કિનને પ્રભાવિત કરે છે. આ સિઝનમાં હયુમીડિટી એટલે કે ભેજ વાળને પ્રભાવિત કરે છે. આ વાળને ફ્રીજી બનાવવાની સાથે નબળા પણ પાડે છે. આવી સ્થિતિથી છૂટકારો મેળવવા માટે શેમ્પૂમાં બે વસ્તુઓ મિક્સ કરીને લગાવો. તેનાથી વાળની સમસ્યા દૂર થઇ જશે. વાળ મુલાયમ થવાની સાથે ચમકવા પણ લાગશે. ચાલો તમને જણાવીએ આ વસ્તુઓ વિશે...

ફ્રિઝી વાળ માટે અપનાવો આ ઉપાય

વરસાદમાં ફ્રિઝી વાળને સ્ટ્રેટ અને મુલાયમ કરવા માટે એક વાટકીમાં દોઢ ચમચી શેમ્પૂ લો. તેમાં એક ચમચી કોફી, એક ચમચી મધ નાંખીને મિક્સ કરી લો. હવે તેમાં થોડુ પાણી નાંખો. હવે તેને સારી રીતે મિક્સ કરો. તે બાદ તેનાથી વાળને ધોઇ લો. હવે વાળ ધોયા પછી ફ્રિઝી હેરથી છૂટકારો મળી જશે. વાળ સ્ટ્રેટ, મુલાયમ અને ચમકદાર બની જશે. તેની સાથે જ સ્ક્લેપ એક્સફોલિએટ થઇ જશે.

મુલાયમ અને ચમકદાર થશે વાળ

ફ્રિઝી અને બે મોઢાવાળા વાળથી છૂટકારો મેળવવા માટે એક અન્ય નુસ્ખો પણ છે. જેને અજમાવવાથી વાળ એકદમ મુલાયમ અને શાઇની થઇ જશે. તેના માટે બે ચમચી એલોવેરા જેલ લો. તેમાં બદામનું થોડુ તેલ નાંખો. હવે આ મિશ્રણને વાળ પર માસ્કની જેમ લગાવો. હવે તેના આશરે એક કલાક બાદ વાળ ધોઇ લો. આમ કરતા જ તમારા વાળ મુલાયમ અને શાઇની થઇ જશે.

Next Story