સ્કિનને ચમકાવવા માટે જો તમે પણ આ નુસખા અજમાવતા હોય તો ચેતી જજો, ચહેરા પર પડી શકે છે કાળા ધબ્બા.!

લોકો પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે.

New Update
સ્કિનને ચમકાવવા માટે જો તમે પણ આ નુસખા અજમાવતા હોય તો ચેતી જજો, ચહેરા પર પડી શકે છે કાળા ધબ્બા.!

લોકો પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે. પરંતુ આ એક કુદરતી પ્રક્રિયા છે કે વધતી ઉંમરની સાથે ત્વચા પર પણ અસર થાય છે. જેમાં ચહેરા પરની કરચલીઓ મુખ્ય નિશાની છે. જો કે, કેટલીકવાર અન્ય કારણોસર ત્વચા ઉંમર પહેલા જ ઢીલી થવા લાગે છે, જે કોઈપણ માટે સ્ટ્રેસની વાત હોય છે. લોકોને ચહેરાને યુવાન રાખવા અને રંગને સુધારવા માટે, લોકો ઘરેલું ઉપચાર અપનાવે છે તથા સારવાર પણ કરાવે છે. કરચલીઓ હોય કે ત્વચાનો ઘેરો રંગ, આ બધા માટે કોસ્મેટોલોજીમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આ પદ્ધતિઓમાંથી એક ગ્લુટાથિઓન ઇન્જેક્શન લેવું.

Advertisment

ગ્લુટાથિઓનનો ઉપયોગ કરવાનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. તેનો ઉપયોગ સ્કિન વાઇટનિંગ સ્પલીમેંટ તરીકે વિવિધ રીતે કરવામાં આવે છે. ગ્લુટાથિઓન ઇન્જેક્શન લેવાથી તમારી ત્વચા વધુ તેજસ્વી અને યુવાન બની શકે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર ઘણી મોટી આડઅસર પણ કરી શકે છે.

શું કામ કરે છે ગ્લૂટાથિયોન

ગ્લુટાથિઓનએ એક કુદરતી પદાર્થ છે જે આપણા લીવર દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. આ એન્ટીઑકિસડન્ટો, જે શરીરમાં કુદરતી રીતે હાજર હોય છે, શરીરના ટિશ્યૂઓનું નિર્માણ અને રિપેરિંગ કરવુ, ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ, ઇમ્યુનિટી મજબૂત કરવુ, કેન્સર વિરોધી એજન્ટના રુપમાં કામ કરવુ, એન્ટી ઓજિંગ, જેવા અનેક રીતના કામ કરે છે.

ગ્લૂટાથિયોનના ઇન્જેક્શન

વૃદ્ધત્વ સાથે, શરીરમાં ગ્લુટાથિઓનનું સ્તર ઘટવા લાગે છે, જેના કારણે તેની અસર ત્વચા પર પણ દેખાવા લાગે છે અને ઘણી વખત લોકો ગ્લુટાથિઓનની ઉણપને પૂરી કરવા માટે તેના ઇન્જેક્શન પણ લેવા લાગે છે. જે તમારી ત્વચાના રંગને નિખારવામાં અને તેને યુવાન રાખવામાં મદદરૂપ છે.

ગ્લૂટાથિઓનના સાઇડ ઇફેક્ટ

Advertisment

જો કોઈ પણ સંજોગોમાં ગ્લુટાથિઓનનો ડોઝ વધારે આપવામાં આવે તો દર્દીને કિડની ફેલ્યર, બ્લડ પોઈઝનીંગ જેવી મોટી આડઅસર થઈ શકે છે. આ ઉપરાંત, ઉબકા, ત્વચા પર ફોલ્લીઓ, એલર્જી, ઝાડા, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા વજન વધવા જેવી બીજી ઘણી આડઅસરો થઈ શકે છે.

Advertisment