/connect-gujarat/media/post_banners/fe8100fce57294a79ffc489178eb63332224e11ffe7a9dc8b296fae94b9c7f40.webp)
સ્ત્રી હોય કે પુરુષ આજના સમયમાં દરેકને સુંદર દેખાવું ગમે છે. ખાસ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર ‘નો મેકઅપ લુક’ની તસવીરો શેર કરવાનો પણ ક્રેઝ વધારે જોવા મળે છે. તેવામાં સુંદર ત્વચા માટે અલગ અલગ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ પણ લોકો કરાવતા હોય છે. પરંતુ ઘણી વખત આવી ટ્રીટમેન્ટના કારણે જ ત્વચા ખરાબ થઈ જાય છે અને ખરાબ થયેલી ત્વચા ને સુંદર દેખાડવા માટે મેકઅપ નો ઉપયોગ કરવો પડે છે. પરંતુ ટ્રીટમેન્ટ કે મેકઅપ વિના પણ જો તમારે ત્વચાને સુંદર દેખાડવી હોય તો તેના માટે ચણાનો લોટ બેસ્ટ વિકલ્પ છે. ચણાના લોટમાંથી બનતા કેટલાક ફેસપેક નો ઉપયોગ તમે ત્વચા પર કરશો તો તમારે મેકઅપ કરવાની પણ જરૂર નહીં પડે અને તેનાથી ત્વચાનું કુદરતી સૌંદર્ય વધશે.
ચણાનો લોટ અને હળદર
ચણાનો લોટ અને હળદરનું કોમ્બિનેશન ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. તે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાડી શકે છે. સાથે જ ખીલ, એક્ને જેવી સમસ્યાઓને દૂર પણ કરે છે. હળદર અને ચણાના લોટનો પેક તૈયાર કરવા માટે એક ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર ઉમેરી તેમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો અને પછી ચહેરો પાણીથી સાફ કરો.
ચણાનો લોટ અને મુલતાની માટી
ત્વચા પર ખીલ કરચલી જેવી સમસ્યાઓ હોય અને તેને દૂર કરવી હોય તો ચણાના લોટમાં મુલતાની માટી મિક્સ કરીને ફેસપેક તૈયાર કરો. આ ફેસ પેકને 20 મિનિટ માટે ચહેરા પર લગાડો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ક્લીન કરી લો.
મધ અને ચણાનો લોટ
મધ અને ચણાના લોટનું ફેસપેક લગાડવાથી સ્કીનનું પીએચ લેવલ બરાબર રહે છે. તેના માટે એક ચમચી મધમા બે ચમચી ગરમ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યાર પછી તેમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને તેને ચહેરા પર લગાડો. 30 મિનિટ પછી ચહેરાને સાદા પાણીથી સાફ કરી લો.
/connect-gujarat/media/media_files/2025/07/12/sdrf-haridwar-2025-07-12-15-27-55.jpg)