રક્ષાબંધનના દિવસે કઈક હટકે દેખાવા માંગતા હોવ તો ટ્રાઈ કરો આ અલગ અલગ આઉટફિટ......બધા કરશે વખાણ

રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. અને તેના સારા જીવનની શુભેચ્છા પાઠવે છે

New Update
રક્ષાબંધનના દિવસે કઈક હટકે દેખાવા માંગતા હોવ તો ટ્રાઈ કરો આ અલગ અલગ આઉટફિટ......બધા કરશે વખાણ

રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. અને તેના સારા જીવનની શુભેચ્છા પાઠવે છે, આ તહેવાર દરેકને ખૂશ કરે છે. આ દિવસની તૈયારીઓ અગવથી જ કરવામાં આવે છે. ઘણી છોકરીઓ આ દિવસ માટે પરંપરાગત પોષક પણ પહેરે છે. જ્યારે કેટલીક ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઈલ કરવાનું પસંદ કરે છે. આ વખતે તમે પણ રાખી પર આ લુક ટ્રાઈ કરી શકો છો. આના માટે તમને ઘણા વિકલ્પો મળશે. જે તમે ટાઈ કરી શકો છો.

· પેપલમ કુર્તી સાથે કાઉલ સ્કર્ટ પહેરો

જો તમે કઈક અનોખુ ટ્રાઈ કરવા ઈચ્છો છો તો તમે પેપલમ કુર્તી સાથે કાઉલ સ્કર્ટ પહેરી શકો છો. આ લૂકમાં તમે સ્ટાઈલીસની સાથે સાથે ખૂબ જ સુંદર પણ લાગશો. આ લૂકની ખાસ વાત એ છે કે જો તમે ઈચ્છો તો પેપ્લમ કુર્તી નીચે સ્કર્ટના બદલે ધોતી પણ પહેરી શકો છો. આની સાથે તમે સારી જ્વેલરી, મેકઅપ અને હેર સ્ટાઈલ ટ્રાઈ કરી શકો છો.

· ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરો

જો તમને લોંગ ડ્રેસ પહેરવો ગમે છે તો તમે ઇન્ડો વેસ્ટર્ન પણ પહેરી શકો છો. તેને સરળ રીતે ટ્રાઈ કરી શકાય છે. જો આ ડ્રેસમાં હેવી વર્ક હોય તો જ્વેલરી હળવી રાખો. બીજી તરફ જો ડ્રેશની ડિઝાઇન હળવી હોય તો તમે તેની સાથે હેવી વર્કસ ઇયરિંગ કેરી કરી શકો છો. હેર સ્ટાઇલમાં તમે ઓપન હેર રાખી શકો છો. રક્ષાબંધન પર આ લૂક જોરદાર લાગશે.

· ટૂંકી કુર્તી સાથે પેન્ટ ટ્રાય કરો

જો તમે કામ કરતાં હોવ અને તે દિવસે તમારે ઓફિસ જવાનું હોય તો તમે આ દિવસ માટે સૌથી સરલ અને આરામદાયક ટૂકી કુર્તી અને પેન્ટ સ્ટાઈલ કરી શકો છો. આ દેખાવમાં સરળ છે પરંતુ આની સાથે જો સારી લક્ઝરીસ જ્વેલરી, હેર સ્ટાઈલ અને મેકઅપથી તેને યુનિક બનાવી શકશો. આ માટે તમે અલગ અલગ પ્રકારની કુર્તી ટ્રાઈ કરી શકો છો.

· મોટા ફૂલો વાળી અને લાઇટ કલરની સાડી પહેરો

જો તમને ફ્લોરલ પ્રિંટમાં મોટા ફૂલ વાળી સાડી પહેરવી હોય તો તેમાં તમે ગુલાબી રંગના ફૂલ સાથે લાઇટ કલરની સાડી પહેરી શકો છો. આ સિવાય તમે મલ્ટીકલરની સાડી પહેરી શકો છો આ તમને એલીગંટ લુક આપશે. આ અવસર પર ન્યુડ સેડ વાળી સાડી પણ ખૂબ જ સુંદર લાગશે.  

Latest Stories