માથા પર પડેલ ટાલથી છૂટકારો મેળવવા આજે જ બનાવો બીટ હેર પેક, અઠવાડિયે 2 વાર કરો આ ઉપાય
બીટના ફક્ત તમારી ત્વચા, પરંતુ વાળને પણ સુંદર, ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદગાર છે.

બીટ ના ફક્ત તમારી ત્વચા, પરંતુ વાળને પણ સુંદર, ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદગાર છે. જો તમે ટાલિયાપણાનો શિકાર છો તો તમે બીટના ખાસ હેર પેકનો ઉપયોગ કરી શકો છો.
કેવી રીતે બનાવશો બીટનો હેર પેક?
બીટ હેર પેકનું નામ સાંભળતાં જ કેવી રીતે બનશે, કેટલો ટાઇમ લાગશે, એવા પ્રશ્નોથી પરેશાન થવાના બદલે તમે અમે બતાવેલી રીત વડે બીટનો માસ્ક (How To Make Beetroot Hair Mask) બનાવી શકો છો.
હેર પેકની સામગ્રી
બીટ જ્યુસ – ½ કપ
આદુનો રસ – 2 મોટી ચમચી
જેતૂનનું તેલ – 2 મોટી ચમચી
હેર પેક કેવી બનાવશો?
બીટ હેર પેક બનાવવા માટે તમે સૌથી પહેલાં એક બાઉલ લો અને તેમાં અડધો કપ બીટનું જ્યૂસ નાખો. ત્યારબાદ તેમાં બે મોટી ચમચી આદુનો રસ નાખો. ચમચી વડે હલાવ્યા બાદ તમે તેમાં તાત્કાલિક બે ચમચી જેતૂનનું તેલ મિક્સ કરો. હવે ફરી એકવાર તેને હલાવો એટલે મિશ્રણ સારી રીતે મિક્સ થઇ જાય. લો બસ તૈયાર થઇ ગયો તમારો બીટનો હેર પેક.
આ રીતે મળશે ચમત્કારી ફાયદો
મેડ ઇન હોમ બનાવવામાં આવેલા બીટ હેર પેકને તમે તમારા વાળ અને પૂરી સ્કેલ્પ પર સારી રીતે લગાવી શકો છો. બે મિનિટ માટે તેને આમ જ છોડી દો. ત્યારબાદ તમે હળવા હાથ વડે પોતાના માથાની ત્વચા અને વાળમાં મસાજ કરો. પછી અડધા કલાક સુધી આ પેકને લગાવીને રાહ જુઓ આ દરમિયાન તમે તમારા ઘરના રોજિંદા કામ અથવા મ્યૂઝિક વગેરે સાંભળી શકો છો. જેવી ત્રીસ મિનિટ પુરી થઇ જાય તમે નોર્મલ પાણી વડે તમારા વાળને ધોઇ લો. સારા પરિણામ માટે તમે આ સ્પેશિયલ હેર પેકને અઠવાડિયામાં બે વાર લગાવો. તેનાથી તમારું ટાળિયાપણું અને હેર ફોલ બંનેની સમસ્યામાંથી છુટકારો મળી જશે.