Connect Gujarat
ફેશન

પેડિક્યોર કરવા માટે હવે પાર્લરમાં પૈસા બગાડવાની જરૂર નથી, ડ્રાય પગને ઘરે જ કરો સુંદર અને સ્વચ્છ

ઋતુ ગમે તે હોય પગની સંભાળ બધી ઋતુમાં લેવી જરૂરી છે. જે રીતે ચહેરાની ત્વચાને સારસંભાળની જરૂર હોય છે તે જ રીતે પગની પણ સારસંભાળ રાખવી જરૂરી છે.

પેડિક્યોર કરવા માટે હવે પાર્લરમાં પૈસા બગાડવાની જરૂર નથી, ડ્રાય પગને ઘરે જ કરો સુંદર અને સ્વચ્છ
X

ઋતુ ગમે તે હોય પગની સંભાળ બધી ઋતુમાં લેવી જરૂરી છે. જે રીતે ચહેરાની ત્વચાને સારસંભાળની જરૂર હોય છે તે જ રીતે પગની પણ સારસંભાળ રાખવી જરૂરી છે. પગની સંભાળ રાખવા માટે આપણે પેડિક્યોર માટે પાર્લરમાં ઘણા ખરા પૈસા ખર્ચીએ છીએ અને આટલા બધા પૈસા બગાડ્યા પછી પણ લાંબા સમય સુધી પેડિકયોરની અસર જોવા મળતી નથી. પગની ત્વચામાં સુષ્કતા પણ સામાન્ય બની જાય છે. તો આજે અમે એક એવી સારવાર બતાવવા જઇએ છીએ કે તમે વગર પૈસા ખર્ચે પેડિક્યોર ઘરે કરી શકશો.

· આ રીતે ઘરે કરો પેડિક્યોર

સૌથી પહેલા એક મોટા ટબમાં તમારા પગ પ્રમાણે ગરમ પાણી લો. તમારા પગને ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી આ પાણીમાં દૂબાળીને રાખો. આવું કરવાથી તમારા પગને ઘણો આરામ મળશે અને તમારા પગમાં સોજા આવતા હશે તો તેમાં પણ રાહત મળશે. હવે પગને પાણીમાંથી બહાર કાઢી ટુવાલ વડે લૂછી પગને સૂકવી દો.

હવે ફરી પાછું ટબમાં તમારા પગ પ્રમાણે નવશેકું પાણી લો. હવે તેમાં બેબી શેમ્પૂ ઉમેરો. પગને ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ માટે તેમાં પલાળી રાખો. બેબી શેમ્પુમાં વિટામિન ઇ ભરપૂર પ્રમાણમા હોય છે અને તેમાં મોઈશ્ચ્રાઇઝિંગ ક્રીમ પણ હોય છે. જે પગને શુષ્ક થવાથી બચાવવામાં મદદ કરે છે. તમે પ્યુમિસ સ્ટોનની મદદથી પગની ઘૂંટીને પણ સાફ કરી શકો છો. પગ પર પ્યુમિસ સ્ટોનનો ઉપયોગ કરતી વખતે, હાથના હળવા દબાણનો ઉપયોગ કરો અને લગભગ 5 થી 10 મિનિટ સુધી સ્ક્રબ કરો. આમ કરવાથી તમારા પગ પર જામી ગયેલી ડેડ સ્કિનનું લેયર દૂર થશે અને શુષ્કતા પણ ઓછી થશે. આ પછી, તમે પગને ટુવાલથી સાફ કરો.

પગના નાખને આકાર આપવો પણ ખૂબ જ જરૂરી હોય છે. ક્યુટિકલ્સને પણ આકાર આપો. જો તમારા પગના નખમાં નેઇલ પેન્ટ છે તો તેને પણ નેઇલ રિમુવરની મદદથી દૂર કરો. પગને સુગંધિત બનાવવા ખૂબ જ જરૂરી છે. આ માટે ફરી એક વાર એક ટબમાં પાણી લો. તેમાં ગુલાબના ફૂલો નાખો અને તેમાં તમારા પગને 15 થી 20 મિનિટ માટે પલાળી રાખો. આમ કરવાથી તમારા પગની ગરમી અને જૂતાના કારણે આવતી દુર્ગંધ ઓછી થઈ જશે અને પગ સ્વ્ચ્છ અને સુંદર થઈ જશે.

છેલ્લે તમારા પગને સારી રીતે સાફ કરીને બદામનું તેલ અને વિટામિન ઇ ની કેપ્સ્યુલ મિક્સ કરી તમારા પગ પર લગાડો. લગભગ 2 થી 3 મિનિટ સુધી સારી રીતે મસાજ કરો જેથી તમારા પગ સુકાઈ ના જાય. આ પેડિક્યોર તમે અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. આમ કરવાથી તમારા પગ એકદમ નરમ અને કોમળ રહેશે.

Next Story