Connect Gujarat
ફેશન

શું સ્કિન પર આઇસ ક્યૂબ્સનો ઉપયોગ કરવો જોઈએ? જાણો શું થશે ફાયદાઓ

ગરમીમાં સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. સ્કિનની કેર ગરમીમાં પ્રોપર રીતે કરતા નથી તો સ્કિન ખરાબ થતી જાય છે અને ટેનિંગ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

શું સ્કિન પર આઇસ ક્યૂબ્સનો ઉપયોગ કરવો જોઈએ? જાણો શું થશે ફાયદાઓ
X

ગરમીમાં સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. સ્કિનની કેર ગરમીમાં પ્રોપર રીતે કરતા નથી તો સ્કિન ખરાબ થતી જાય છે અને ટેનિંગ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. ગરમીમાં ખાસ કરીને સ્કિન ઇન્ફેક્શનથી લઇને બીજી અનેક ઘણી તકલીફો થવાના ચાન્સિસ વધારે રહે છે. એવામાં અનેક લોકો સ્કિનને કુલ અને ફ્રેશ રાખવા માટે બરફ એટલે આઇસ ક્યૂબ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું ખરેખર આનો ઉપયોગ કરવો જોઇએ? ગરમીમાં બરફથી સ્કિનને કોઇ ફાયદો થાય? તો જાણો આ વિશે વધુમાં..

બળતરા દૂર કરે

બ્યૂટી એક્સપર્ટ અનુસાર તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો અને ચહેરા પર બળતરા તેમજ રેડનેસની સમસ્યા થાય છે તો તમે બરફથી હળવા હાથે મસાજ કરવાનું શરૂ કરી દો. આનાથી કુલિંગ ઇફેક્ટ ઇરેટિશન અને બળતરા ઓછી કરવામાં મદદ કરે છે.

એક્નેમાંથી છૂટકારો મળે

ગરમીની સિઝનમાં ઓઇલી સ્કિનના લોકોને એક્નેની સમસ્યા વધારે રહેતી હોય છે. એવામાં તમે એક્ને દૂર કરવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો. બરફથી તમે ચહેરા પર મસાજ કરો છો તો એક્ને જેવી સમસ્યામાંથી છૂટકારો મળી જાય છે. ઓઇલી સ્કિનના લોકો માટે બરફ સૌથી બેસ્ટ છે.

બ્લડ સર્કુલેશન

ચહેરા પર બરફથી મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે. ત્વચામાં ઓક્સિજનના સ્તરમાં સુધારો થાય છે. બરફથી તમારી સ્કિન ખુલીને શ્વાસ લઇ શકે છે જેના કારણે ત્વચામાં નિખાર આવે છે. આમ, તમે ચહેરા પર ડેઇલી બરફથી મસાજ કરો છો તો બ્લડ સર્કુલેશન સૌથી બેસ્ટ થાય છે.

ફાઇન લાઇન્સ

સ્કિનને ટાઇટ કરવા માટે અને કરચલીઓથી લઇને ફાઇન લાઇન્સની સમસ્યા દૂર કરવા માટે બરફ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. બરફ તમારી સ્કિનને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે.

જાણો કેવી રીતે આઇસ ક્યૂબ્સ લગાવશો

ગરમીમાં ચહેરા પર આઇસ ક્યૂબ્સ લગાવવાની સૌથી બેસ્ટ રીત એ છે કે તમે કોટનનો નાનો રૂમાલ લો અને એમાં બરફ મુકીને પછી સ્કિન પર મસાજ કરો. ક્યારે બરફને ડાયરેક્ટ સ્કિન પર લગાવશો નહીં.

Next Story